સાઉથ ઈન્ડિયન સિનેમાના જાણીતા ડિરેક્ટર વામશી પેડિપલ્લીના નિર્દેશનમાં બની રહેલી સલમાન ખાનની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ ‘SVC 63’ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ફી ઘટાડવાની ચર્ચાઓ અને ‘માતૃભૂમિ: મે વાર રેસ્ટ ઇન પીસ’ના રિલીઝ અટકવાના સમાચારો વચ્ચે પણ સલમાન ખાને પોતાની આગામી એક્શન ધમાકા માટે કમર કસી લીધી છે.
હૈદરાબાદ નહીં પણ મુંબઈમાં શૂટિંગ
સૂત્રોના જણાવ્યા અનુસાર, 6 ઓગસ્ટથી મુંબઈ ખાતે આ મોટો શૂટિંગ શેડ્યૂલ શરૂ થઈ રહ્યો છે, જે સતત 6 અઠવાડિયા સુધી ચાલશે. પહેલાં આ શેડ્યૂલ હૈદરાબાદમાં યોજવાનું આયોજન હતું, પરંતુ બાદમાં મેકર્સે મુંબઈ પસંદ કર્યું છે. આ શેડ્યૂલમાં ખાસ કરીને ફિલ્મના 3 મુખ્ય હાઈ-વોલ્ટેજ એક્શન સીક્વન્સ અને ક્રાઉડ સીન્સ શૂટ કરવામાં આવશે.
નયનતારા સાથે સ્ક્રીન શેર કરશે સલમાન
આ ફિલ્મમાં સલમાન ખાન સાથે દક્ષિણની લેડી સુપરસ્ટાર નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે ટૂંક સમયમાં જ શૂટિંગમાં જોડાશે. તે સિવાય ફિલ્મમાં જાણીતા એક્ટર રાહુલ દેવ મુખ્ય વિલન (ખલનાયક) તરીકે જોવા મળશે. સાઉથ અને બોલિવૂડના આ કમ્બિનેશનથી ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




Leave a Comment