લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Samay on Neet Exam : ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં સમય રૈનાએ NEET પેપર લીક પર કર્યો કટાક્ષ, વિડીયો થયો વાયરલ

by

Thenewsdk

Updated: 04-07-2026, 10.34 PM

Follow us:

પોતાના બેબાક અને કોમેડી અંદાજ માટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પોતાના લોકપ્રિય શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની બીજી સીઝનના બીજા એપિસોડમાં તેમણે દેશના ચર્ચિત NEET પેપર લીક વિવાદ પર હળવી શૈલીમાં તીખો કટાક્ષ કર્યો હતો.

ગંભીર મુદ્દાને મજાકિય અંદાજમાં રજૂ કરવાની તેમની આ સ્ટાઇલ દર્શકોને ગમી રહી છે અને સોશિયલ મીડિયા પર તેનો આ વિડીયો ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે.

શોમાં વિદ્યાર્થીની સાથે રસપ્રદ વાતચીત

આ એપિસોડમાં બલરાજ ઘાઈ, હર્ષ લિંબાચિયા, કીકૂ શારદા અને ચંદન પ્રભાકર ગેસ્ટ જજ તરીકે જોડાયા હતા. શો દરમિયાન મૂળ અરુણાચલ પ્રદેશ અને ગુવાહાટીમાં રહેતી ‘જેની’ નામની એક મેડિકલની વિદ્યાર્થીનીએ સ્ટેજ પર સિંગિંગ પરફોર્મન્સ આપ્યું હતું.

પરફોર્મન્સ બાદ વાતચીતમાં તેણે કહ્યું, કે તે હોમિયોપેથીનો અભ્યાસ કરે છે અને કોલેજમાં હાજરીની સમસ્યાને કારણે તેને બીજા જ દિવસે પાછું ફરવું પડશે. આ વાતચીત દરમિયાન સમય રૈનાએ હળવી મજાક સાથે તેને એલોપેથી પસંદ કરવાની સલાહ આપી.

NEET વિવાદ પર કટાક્ષ, સોશિયલ મીડિયા પર પ્રશંસા

વાતચીત દરમિયાન સમય રૈનાએ NEET પેપર લીક મુદ્દા પર ઈશારો કરતા જોરદાર પંચ માર્યો, જેને સાંભળીને શોમાં હાજર જજ અને દર્શકો હસી પડ્યા. સાથે સાથે તેમણે શિક્ષણ પ્રણાલી અને પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ પર પરોક્ષ રીતે પ્રશ્ન પણ ઉઠાવ્યો.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સે તેમના આ હિંમતભર્યા અભિગમની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સે જણાવ્યું કે જ્યાં મોટા ભાગના સેલેબ્સ મૌન રહે છે, ત્યાં સમય રૈનાએ મહત્વના મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤