યશની પત્નીનું નામ રાધિકા પંડિત છે. રાધિકા પોતે પણ વ્યવસાયે એક અત્યંત સફળ એક્ટ્રેસ રહી ચૂકી છે. તેમણે કન્નડ સિનેમામાં કામ કર્યું છે અને એક સમયે તેઓ ઈન્ડસ્ટ્રીની લીડિંગ તેમજ સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાં સામેલ હતા.
પોતાના કેરિયરની શરૂઆત તેમણે ટીવી સીરિયલથી કરી હતી. વર્ષ 2008માં ફિલ્મ ‘મોગ્ગીના મનસુ’થી તેમણે મોટા પડદે ડેબ્યૂ કર્યું અને પહેલી જ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
આ સિવાય ‘લવ ગુરુ’, ‘મિસ્ટર એન્ડ મિસીસ રામચારી’ અને ‘ક્રિષ્નન લવ સ્ટોરી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેમના અભિનયના ભારે વખાણ થયા હતા.
ઓડિશન વગર જ મળી ગઈ હતી પહેલી સીરિયલ
રસપ્રદ વાત એ છે કે, રાધિકા ક્યારેય એક્ટ્રેસ બનવા નહોતી માગતી, તેઓ ટીચર બનવા ઈચ્છતા હતા પરંતુ, એક મિત્રના કહેવાથી તેઓ એક શોના ઓડિશન માટે ગયા હતા. જ્યાં ઓડિશન આપ્યા વગર જ તેમની પસંદગી કરી લેવામાં આવી હતી.
યશ સાથે કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?
વર્ષ 2007માં આવેલી સીરિયલ ‘નંદગોકુલા’ ના સેટ પર રાધિકાની મુલાકાત યશ સાથે થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ. વર્ષો સુધી તેમણે પોતાના સંબંધોને મીડિયા અને દુનિયાથી છુપાવી રાખ્યા હતા. આખરે 2016માં તેમણે સગાઈ કરી અને એ જ વર્ષે લગ્નગ્રંથિથી જોડાયા.




Leave a Comment