વાયરલ પોસ્ટ મુજબ, જાસો નામના યુવકે પોતાની ઓળખ બદલવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે, જેથી તેનો ચહેરો અને બોડી લેંગ્વેજ બિલકુલ કૂતરા જેવી દેખાય. પોસ્ટમાં એવો પણ દાવો કરાયો છે કે તે હવે કૂતરાની જેમ જ ચારેય પગે ચાલે છે અને કૂતરા જેવું જ જીવન વિતાવે છે. જોકે, આ દાવાની કોઈ અધિકૃત કે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં આ વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો મોટો વિષય બન્યો છે.
વાયરલ વીડિયો પર યૂઝર્સના રિએક્શન
આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની જુદી-જુદી કોમેન્ટ્સ આવી છે. કેટલાક યુઝર્સે રમુજી અંદાજમાં કટાક્ષ કરતા લખ્યું કે, આટલી બધી રકમ ખર્ચીને કૂતરો બનનાર આ શખસને તો વિશ્વની નવી અજાયબી જાહેર કરી દેવી જોઈએ તો બીજી તરફ, એક યુઝરે ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આજકાલ લોકો સારો માણસ બનવાને બદલે બીજું કંઈક બની જવાની ઘેલછામાં પડ્યા છે. આ ઉપરાંત, અનેક લોકોએ આટલી મોટી રકમનો દુરુપયોગ કરીને કૂતરો બનવાની માનસિકતા પર ભારે આશ્ચર્ય અને અચરજ વ્યક્ત કર્યું હતું.
શું આ દાવો ખરેખર સાચો છે કે માત્ર પબ્લિસિટી?
જ્યાં એક તરફ લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે, ત્યાં બીજી તરફ સમજદાર યુઝર્સે આ દાવાની સત્યતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અબજો રૂપિયા ખર્ચીને માણસમાંથી કૂતરો બનવાનો આ દાવો માત્ર એક ફેક ન્યૂઝ, એડિટેડ વીડિયો અથવા પબ્લિસિટી ગિમિક હોવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં કોઈ સત્તાવાર મેડિકલ કે ગ્લોબલ સ્ત્રોતે આ ઘટનાને સમર્થન આપ્યું નથી.
નોંધ – આ સમાચાર કે તેના વીડિયોની અમે કોઈ પુષ્ટિ કરતા નથી કે આ પ્રકારની વાતોને પ્રોત્સાહન આપતા નથી. ઉપરોક્ત માહિતી વાયરલ વીડિયો પરથી મળેલી છે.




Leave a Comment