લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ચૈતર વસાવાને મોટો ઝટકો! ગુજરાત હાઈકોર્ટે જામીન ફગાવ્યા, કહ્યું- ‘અગાઉ શરતી જામીન છતાં ફરી ગુનામાં સંડોવાયા’

by

Thenewsdk

Updated: 24-08-2026, 01.41 PM

Follow us:

ગુજરાત હાઇકોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન અત્યંત ગંભીર અવલોકનો કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય હોવાનો અર્થ એ નથી કે તેઓ પોતાની રીતે સમાંતર કોર્ટ કે પંચાયત ચલાવીને સરકારી અધિકારીઓને પોતાના ઘરે સમાન બળથી બોલાવે. જો સ્થાનિક નાગરિકોને વન વિભાગ સામે કોઈ ફરિયાદ હોય, તો કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ.

આ ઉપરાંત, અદાલતે એ બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી કે ધારાસભ્યને અગાઉ અન્ય ગુનાહિત કેસોમાં ચોક્કસ શરતો સાથે જામીન મળ્યા હતા, પરંતુ તે શરતોનું પાલન કરવાને બદલે તેઓ ફરીથી આવા ગંભીર ગુનાઓ અને સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટના કિસ્સામાં સંડોવાયા છે.

શું હતો સમગ્ર કેસ અને ઘટનાક્રમ?
આ ઘટના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં બની હતી. વન વિભાગની જમીન પર સ્થાનિક લોકો દ્વારા કરાયેલા કપાસના વાવેતર અને દબાણ હટાવવાની કામગીરી બાદ વિવાદ સર્જાયો હતો.

  • મીટિંગના નામે ઘરે બોલાવ્યા: જમીન મુદાનું સમાધાન કરવાના નામે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિર્માણધીન ઘરે બોલાવ્યા હતા.
  • હવામાં ફાયરિંગ અને ધમકી: આરોપ મુજબ વાતચીત દરમિયાન ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા અને અધિકારીઓ પર હુમલો કરી ગાળો આપી હતી. આ દરમિયાન પોતાના ઘરેથી રિવોલ્વર મંગાવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
  • બળજબરીથી વળતર: વન અધિકારીઓને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપીને તેમની પાસે બળજબરીથી ₹60,000નું વળતર માંગવામાં આવ્યું હતું. કર્મચારીઓએ ડરના માર્યા ATMમાંથી પૈસા ઉપાડીને ચૂકવણી કરવી પડી હતી.

કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી સજા ફટકારી હતી
આ બનાવ બાદ વન અધિકારીની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે IPC ની કલમ 143, 147, 149, 186, 294, 353, 386 તેમજ આર્મ્સ એકટની કલમ 25 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. નર્મદાની કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤