લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન ખુલ્યું, સાયબર સેલનું ઓપરેશન | Gujarat cyber cell 226 Crore Drity Crypto network terror funding dark web transactions

by

Thenewsdk

Updated: 05-06-2026, 05.59 PM

Follow us:

ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન ખુલ્યું, સાયબર સેલનું ઓપરેશન | Gujarat cyber cell 226 Crore Drity Crypto network terror funding dark web transactions


Drity Crypto Network: ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ (CCOE), ગાંધીનગરને એક મોટી સફળતા મળી છે. તેમણે અંદાજે રૂપિયા 226 કરોડથી વધુનું આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્ક શોધી કાઢ્યું છે. આ નેટવર્ક આતંકવાદી ફંડિંગ, ડ્રગ્સની હેરાફેરી અને ડાર્ક વેબ માર્કેટપ્લેસ સાથે જોડાયેલા ‘ડર્ટી ક્રિપ્ટો’ના મની લોન્ડરિંગમાં સામેલ હતું. CID ક્રાઇમ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહેલા આ ઓપરેશનમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેને પગલે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા હવે 10 થઈ ગઈ છે.

બ્લોકચેન એનાલિસિસ દ્વારા આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પર્દાફાશ

સાયબર નાણાકીય ગુનાઓ સામે ચાલી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે આ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસકર્તાઓએ આધુનિક બ્લોકચેન એનાલિસિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનની એક જટિલ જાળ શોધી કાઢી છે. આ તપાસમાં સામે આવ્યું છે કે ગેરકાયદે રીતે ફંડ્સ ડાર્ક વેબ પર ડ્રગ્સના વેચાણ, મની લોન્ડરિંગની પ્રવૃત્તિઓ અને આતંકવાદી સંગઠનોને ટેકો આપતી શંકાસ્પદ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.

પિતાના કેવાયસી (KYC) દસ્તાવેજોનો દુરુપયોગ કરી ખાતું ખોલાવ્યું

આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે તપાસ દરમિયાન શબ્બીર અલી સરાની નામના વ્યક્તિ સાથે જોડાયેલું એક ક્રિપ્ટોકરન્સી વોલેટ શંકાના દાયરામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે આ વોલેટ શબ્બીર અલીની સીધી સંડોવણી વિના, તેમના જ કેવાયસી (KYC) દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોલવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેમના 23 વર્ષના પુત્ર હાદીરજા શબ્બીરઅલી સરાની અને તેના સાથીદાર મોહમ્મદ ઝામીન અબ્બાસ અલી જીગરે આ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ બનાવ્યું હતું અને તેને ઓપરેટ કરતા હતા.

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત સંસ્થાઓ સાથે નાણાકીય સબંધો

બ્લોકચેન એનાલિસિસમાં સામે આવ્યું છે કે આ વોલેટમાં અંદાજે 5,000 USDT (યુએસ ડૉલર સાથે જોડાયેલી ક્રિપ્ટોકરન્સી) જમા થયા હતા, જે ‘ડર્ટી ક્રિપ્ટો’ (ગેરકાયદે વ્યવહારોમાંથી મેળવેલી ડિજિટલ સંપત્તિ) કેટેગરીના હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ફંડ્સ એવા ક્રિપ્ટોકરન્સી વ્યવહારો સાથે જોડાયેલા હતા જેમાં આતંકવાદી ફંડિંગ અને ગેરકાયદે નાણાકીય કામગીરી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત કરાયેલી સંસ્થાઓ સામેલ છે.

ગુજરાતમાં 226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન ખુલ્યું, સાયબર સેલનું ઓપરેશન 3 - image

ભાવનગરના બે આરોપીઓની ધરપકડ

આ કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ ભાવનગર જિલ્લાના છે, જેમાં (1) હાદીરજા શબ્બીરઅલી સરાની (ઉંમર 23), જે ભાવનગરના ખંભાત વિસ્તારનો ઓટોમેશન ક્ષેત્રનો ઉદ્યોગસાહસિક છે, અને (2) મોહમ્મદ ઝામીન અબ્બાસ અલી જીગર (ઉંમર 36), જે ભાવનગરના આંબાચોક વિસ્તારનો રહેવાસી છે. પોલીસ દ્વારા આ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ, ગુનાહિત કાવતરું અને રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતાં કૃત્યોની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈટી એક્ટ, 2000 હેઠળ ઓળખની ચોરી અને કમ્પ્યુટર સંસાધનો દ્વારા છેતરપિંડીની કલમો પણ ઉમેરાઈ છે.

આ પણ વાંચો: કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDની લેટેસ્ટ અપડેટ

વધુ ધરપકડ અને તપાસની શક્યતા

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટેકનિકલ ટીમે બ્લોકચેન ટ્રેસિંગ ટૂલ્સની મદદથી આ આંતરરાષ્ટ્રીય નાણાકીય ઈકોસિસ્ટમનો સમગ્ર નકશો તૈયાર કર્યો છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે આ ક્રિપ્ટો વોલેટ્સનો ઉપયોગ ડાર્ક વેબ પર માદક પદાર્થોની ખરીદી, ગેરકાયદે કમાણીને ઠેકાણે પાડવા (મની લોન્ડરિંગ) અને આતંકવાદી ફંડિંગની સુવિધા આપતાં નાણાકીય ચેનલો માટે થતો હતો. હાલ આ મામલે તપાસ ચાલુ છે અને વોલેટ ટ્રાન્ઝેક્શન, એક્સચેન્જ એકાઉન્ટ્સ તથા ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્સફરની ઝીણવટભરી તપાસ બાદ આગામી સમયમાં વધુ ધરપકડો થવાની પૂરેપૂરી શક્યતા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤