ભારતીય જનતા પાર્ટી દ્વારા સંખેડા તાલુકાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે રજનીકાંત જયંતીભાઈ બારીયાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
રજનીકાંત બારીયાએ તેમની નિમણૂક બદલ પક્ષના જીલ્લા, તાલુકા અને મંડળના વરિષ્ઠ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીને તેઓ સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણ અને પ્રામાણિકતા સાથે નિભાવશે. બારીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરશે. આ પ્રસંગે અનેક કાર્યકરો અને શુભેચ્છકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને તેમના કાર્યકાળ માટે સફળતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.




Leave a Comment