વર્ષ ૨૦૧૯માં ૫૬ હજાર મતોની સરસાઇ રહી હતી
૨૦૨૨માં રીટાબેન ૨૬ હજાર મતે વિજય બન્યા હતાઃબેલેટ સહિત ઉત્તરની બેઠકમાં અમિત શાહને ૬૧ હજારની લીડ
ગાંધીનગર : ગાંધીનગર લોકસભા બેઠકમાં ભાજપના અમિત શાહે જુના તમામ
રેકોર્ડ તોડીને ગઢને વધુ મજબુત બનાવ્યો છે. ગાંધીનગર ઉત્તર વિધાનસબા મતક્ષેત્ર ઉપર
બેલટ સહિત કુલ ૬૧ હજારની લીડ મેળવી છે. જે વર્ષ ૨૦૨૨માં યોજાયેલા વિધાનસભાના
ઇલેક્શનની પરિણામ કરતા પણ બેગણી છે. જ્યારે કલોલ વિધાનસભા મતક્ષેત્રમાંથી આ વખતે
અમિત શાહને ૮૦ હજાર જેટલા મતોની સરસાઇ મળી છે.
ડિસેમ્બર,૨૦૨૨માં
ગુજરાતમાં યોજાયેલા વિધાનસભાના ઇલેક્શનમાં ગાંધીનગર ઉત્તરની બેઠકમાં ભાજપના
રિટાબેન કેતનકુમાર પટેલનો ૨૬ હજારથી વધુ મતોથી વિજય થયો હતો. ત્યારે લોકસભાની
ચૂંટણીમાં ગાંધીનગર બેઠક ઉપર લડી રહેલા ભાજપના દિગ્ગજનેતા અને ભાજપના ચાણક્ય
કહેવાતા અમિત શાહ લડી રહ્યા હોવાથી આ બેઠક ઉપર તેમને વિક્રમી લીડ મળે તે માટેના
પ્રયત્નો કાર્યકરો અને નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ઉત્તરની બેઠકમાં
જાહેર સભાઓ થઇ ન હતી પરંતુ સ્થાનિક નેતાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો
હતો. સેક્ટરો અને સમાવિષ્ટ ગામોમાં પણ રાત્રી સભાઓ અને ખાટલા પરિષદો યોજવામાં આવી
હતી. જેનું પરિણામ આજે મતગણતરીને અંતે જોવા મળ્યું હતું. ગાંધીનગર ઉત્તરની બેઠકમાં
વર્ષ ૨૦૨૨માં ભાજપને ૨૬ હજાર લીડ મળી હતી ત્યારે અમિત શાહને ઉત્તર વિધાનસભાા
મતક્ષેત્રમાંથી ૬૧ હજાર જેટલી લીડ મળી છે. જે વિધાનસભાની ચૂંટણી કરતા બેગણી કરતા
પણ વધુ હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. ગાંધીનગરના સેક્ટરો અને ગામોમાંથી પણ ભાજપના
વોટર્સ વધ્યા હોવાનું આ પરિણામો ઉપરથી ફલીત થાય છે. ત્યારે બેલેટ પેપરમાં પણ અમિત
શાહને વિક્રમી લીડ મળી છે તે પણ એ સુચવે છે કે, કર્મચારીઓમાં પણ ભાજપ-અમિત શાહ તરફનો ટ્રેડ થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર
લોકસબા બેઠકમાં આજે મતગણતરીને અંતે ગાંધીનગર ઉત્તરની બેઠક ઉપર ભાજપના અમિત શાહને
કુલ ૯૮,૮૯૩ મતો
મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સોલનબેન પટેલને ૪૦,૨૯૩ મતો જ મળ્યા હતા. ઇવીએમના મતોમાં અમિત શાહને ૫૮,૬૦૦ની લીડ ફક્ત
ઉત્તરના મતક્ષેત્રમાંથી થઇ હતી.



Leave a Comment