લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

માંજલપુરની કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ સમાથી મળી | Body of a young man working in a company in Manjalpur found in Sama

by

Thenewsdk

Updated: 09-06-2026, 02.30 AM

Follow us:

માંજલપુરની કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ સમાથી મળી | Body of a young man working in a company in Manjalpur found in Sama



 વડોદરા,સમા કેનાલ પાસેથી ઉત્તરાખંડમાં રહેતા અને માંજલપુરની ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ મળી આવી છે. છાણી પોલીસે સ્થળ  પર જઇ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમા કેનાલ  પાસે આવેલા દશામાંના મંદિર પાસે રોમન પાર્ક સોસાયટીની સામે લીમડાના ઝાડ નીચે એક લાશ પડી હોવાનો મેસેજ છાણી  પોલીસને મળતા પોલીસે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી.  મૃતક પાસેથી મળેલા આઇકાર્ડ પરથી  મૃતકનું નામ નવદીપસિંઘ સુમેન્દ્રસિંઘ, ઉં.વ.૨૭ (રહે. ઉત્તરાખંડ) હોવાનું જાણવા મળ્યું હતું. માંજલપુર વિસ્તારની એક ખાનગી કંપનીમાં તે નોકરી કરતો હતો. દવાના ઓવરડોઝના કારણે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. તેણે આપઘાત કર્યો છે કે પછી ભૂલથી દવાનો ઓવરડોઝ લઇ લીધો છે. તે અંગે છાણી પોલીસે તપાસ હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤