લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Gujarat Govt Earns Rs 42000 Crore From VAT on Petrol Diesel in Two Years

by

Thenewsdk

Updated: 18-05-2026, 09.25 AM

Follow us:

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Gujarat Govt Earns Rs 42000 Crore From VAT on Petrol Diesel in Two Years



Gujarat government fuel VAT: કલ્યાણકારી અને વિકસીત રાજ્ય હોવાનો દાવો કરતી ગુજરાત સરકાર આજે પ્રજા માટે શોષણનું સૌથી મોટું કેન્દ્ર બની ગઈ છે. વૈશ્વિક બજારના નામે પ્રજા પર મોંઘવારીનો કોરડો ઝીંકનારા શાસકોની જાણે સંવેદનશીલતા જ મરી પરવારી છે. છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાત સરકારે વેટ-સેસના નામે 42 હજાર કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધાં છે. જો વેટ ઘટાડવામાં આવે તો હજુ ગુજરાતની જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે છે. પણ ખોબલે ખોબલે મત મેળવનાર ભાજપ સરકાર સત્તા મેળવ્યા બાદ પ્રજાને જ ભૂલી ગઈ છે. ગુજરાતની પ્રજાને મોંઘવારીના ખપ્પરમાંથી બહાર લાવવાની સરકારની દાનત જ નથી.

જનતા ઈંધણ માટે પરેશાન, સરકાર ઉત્સવોમાં મસ્ત

વર્ષે રૂ. 18,000 કરોડથી વધુની મલાઈ ખાતી સરકાર પ્રજાને મફતની શિખામણો આપે છે કે ‘ખર્ચ ઘટાડો અને કરકસર કરો.’ પરંતુ ખુદ સરકાર તિજોરી ભરવાની ભૂખમાં એક રૂપિયાનો પણ ઘટાડો કરવા તૈયાર નથી. જ્યારે જનતા બે ટંકના રોટલા માટે અને વાહનમાં બે લિટર ઈંધણ પુરાવવા માટે ફાંફા મારી રહી છે, ત્યારે સરકાર પ્રજાના ખિસ્સા હળવા કરીને ઉત્સવો ઉજવવામાં મસ્ત છે. આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહેવાને બદલે, સરકારે મોંઘવારીનો આખો બોજ મધ્યમ અને ગરીબ વર્ગ પર ઢોળી દઈને સાબિત કરી દીધું છે કે તેમને જનતાની પીડા સાથે કોઈ લેવાદેવા નથી, માત્ર પોતાના આંકડા અને નફા સાથે જ નિસ્બત છે.

વૈશ્વિક ઈંધણ કટોકટી અને જનતા પર મોંઘવારીનો માર

વૈશ્વિક સ્તરે ચાલતી ઈંધણની કટોકટીથી મોંઘવારીનો માર પોતે ઝીલવાને બદલે રાજ્ય સરકારે ગુજરાતની જનતાના માથે નાંખી દીધો છે. લોકોને કરકસર કરવાની શિખામણ આપતી સરકાર વેટ ઘટાડી કમાણીમાં જરાય કરકસર કરવા માંગતી નથી!

આજે એક વાહન ચાલક લાઈનમાં ઉભા રહી પેટ્રોલ-ડીઝલ પુરાવે તો, પ્રતિ લિટરે રૂ. 97 અને રૂ. 93માંથી રૂ. 17.5 રૂપિયા સીધા સરકારના ખિસ્સામાં જાય છે. પેટ્રોલ અને ડીઝલ પર વાહનચાલકો પાસેથી વસૂલાતા વેટ તેમજ સેસમાંથી દર વર્ષે રાજ્ય સરકારને રૂ. 18 હજાર કરોડથી વધુની કમાણી થઈ રહી છે.

ગુજરાતમાં વર્ષે 1,080 કરોડ લિટર ઈંધણનો વપરાશ

પેટ્રોલ-ડીઝલ અસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં દર વર્ષે આશરે 720 કરોડ લિટર ડીઝલ અને 360 કરોડ લિટર પેટ્રોલનો વપરાશ થઈ રહ્યો છે. એટલે એક વર્ષમાં રાજ્યના લોકોએ કુલ 64,080 કરોડનું ડીઝલ અને 33,840 કરોડનું…પેટ્રોલ ખરીદ્યું હતું. રાજ્ય સરકાર વેટ અને સેસ તરીકે પેટ્રોલમાં 17.7 ટકા અને ડીઝલમાં 18.6 ટકા રકમ વસૂલે છે.

આ પણ વાંચો: ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ

જનતાના ખિસ્સા પર સરકારની ‘સર્જિકલ સ્ટ્રાઈક’

આ હિસાબ મુજબ પેટ્રોલ અને ડીઝલ પેટે ગુજરાતની પ્રજાએ એક વર્ષમાં ચૂકવેલી કુલ રૂ. 97,920 કરોડની રકમમાંથી 18,000 કરોડથી વધુ તો સીધા સરકારની તિજોરીમાં ગયા હતા. ટૂંકમાં, સરકારે લોકોના ખિસ્સા પર સર્જિકલ સ્ટ્રાઈક પાડી રહી છે. મુખ્યપૂર્વે ચાલતા યુદ્ધના લીધે ઈંધણની કટોકટી સર્જાતા કેન્દ્રસરકારે તો એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. પરંતુ રાજ્ય સરકાર પોતાની કમાણીમાં જરાય કાપ મૂકવા તૈયાર નથી. હકીકતમાં સરકાર પેટ્રોલ-ડીઝલ પરના વેરામાં ભલે હંગામી ધોરણે પણ થોડો ઘટાડો કરી વધતી મોંઘવારીને કાબૂમાં રાખી શકે તેમ છે પણ ગુજરાત સરકાર ને આ દિશામાં કામ કરવું નથી.

ગુજરાત સરકાર વેટ ઘટાડે તો પેટ્રોલ ડીઝલ હજુ સસ્તું મળી શકે છે

જો ગુજરાત સરકાર ઈંધણ પરના મૂલ્ય વર્ધિત વેરામાં 4 ટકાનો ઘટાડો કરે, તો ભૂતકાળના ટ્રેન્ડ અને ગણતરી મુજબ પેટ્રોલ અને ડીઝલમાં અંદાજે રૂ. 4 પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી શકે છે. ગુજરાત સરકારે છેલ્લે 3 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો હતો. તે સમયે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેના પગલે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટાડીને રૂ. 7 પ્રતિ લીટરની સીધી રાહત આપી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤