લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gujarat Rain Alert : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું રેડ એલર્ટ, સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર

by

Thenewsdk

Updated: 01-08-2026, 10.56 AM

Follow us:

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનતા હવામાન વિભાગે આજે (1 ઓગસ્ટ) સવારે 7:00થી 10:00 વાગ્યા સુધી માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે. જેના પગલે નીચેના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે:

  • રાજકોટ
  • પોરબંદર
  • જૂનાગઢ
  • સુરેન્દ્રનગર
  • બોટાદ

ઓરેન્જ અને યલો એલર્ટવાળા જિલ્લાઓ
ઓરેન્જ એલર્ટ હેઠળ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે યલો એલર્ટ હેઠળ વલસાડ, ડાંગ, સુરત, નવસારી, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤