લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બે ઝડપાયા | Himmatnagar Bootleggers Arrested After Viral Video Showing Liquor Bottles on Public Road

by

Thenewsdk

Updated: 10-06-2026, 03.37 PM

Follow us:

હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બે ઝડપાયા | Himmatnagar Bootleggers Arrested After Viral Video Showing Liquor Bottles on Public Road



Himmatnagar Bootleggers Arrested: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયો સામે આવતા જ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને હદ વટાવતા વર્તન સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી બે બુટલેગરોની ધરપકડ કરી છે.

જાહેર રોડ પર બોટલો ગોઠવી બનાવ્યો હતો વીડિયો

મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં હિંમતનગરના એક જાહેર રોડ પર વિદેશી દારૂની બોટલો લાઈનમાં ગોઠવેલી જોવા મળી હતી. હિંમતનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ વીડિયોની તપાસ કરી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ કરતૂત  મુકેશ ભાટ અને શ્રવણ ભાટ નામના બુટલેગરની જ હતી.

આ પણ વાંચો: ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે બુટલેગરે પોતાના મોપેડમાં દારૂનો જથ્થો ગોઠવ્યો હતો અને ત્યારબાદ તેમાંથી બોટલો કાઢીને રસ્તા પર પ્રદર્શન કર્યું હતું. આ મામલાની ગંભીરતાને જોઈને હિંમતનગર પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આ ગુનામાં સામેલ બે બુટલેગરો ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો તેમની પાસે ક્યાંથી આવ્યો અને હિંમતનગરમાં તેમને આ માલ કોણે આપ્યો હતો, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤