લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadodara Ahmedabad Expressway State Monitoring Cell Foreign liquor worth Rs 1 74 crore seized

by

Thenewsdk

Updated: 10-06-2026, 09.22 PM

Follow us:

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadodara Ahmedabad Expressway State Monitoring Cell Foreign liquor worth Rs 1 74 crore seized



Foreign Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે  અંદાજે 1.74 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બીબીપુરા ગામ નજીક વહેલી સવારે એક શંકાસ્પદ ટ્રકને આંતરવામાં હતી. 

ચોક્કસ બાતમીના આધારે ગોઠવાયું વોચ

મળતી માહિતી મુજબ, SMC ટીમને દારૂની હેરાફેરી અંગે એક ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તારીખ 09 અને 10 જૂન 2026 ની રાત્રિ દરમિયાન દાસક્રોઈ તાલુકાના બીબીપુરા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર કડક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી રાજસ્થાન પાસિંગની એક ટાટા ટ્રકને રોકીને તપાસ કરતાં તેમાંથી મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

લાખોની બોટલો સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ટ્રકની તપાસ લેતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂના કુલ 1,300 બોક્સ જપ્ત કરાયા છે, જેમાં કુલ 49,224 બોટલો (કિંમત 1,49,22,312/-) ભરેલી હતી. આ ઉપરાંત 25 લાખની કિંમતની ટાટા ટ્રક (નંબર: RJ-27-GA-2427) અને એક મોબાઈલ ફોન મળીને કુલ 1,74,27,512 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

ટ્રક ડ્રાઈવરની ધરપકડ અને ૩ આરોપીઓ વોન્ટેડ

SMCની ટીમે ઘટનાસ્થળેથી દારૂ ભરેલી ટ્રકના ડ્રાઈવર ઇકબાલખાન કયુમખાન ખાન (રહેવાસી: મોરાદ ગામ, જયપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે. જો કે, પોલીસ તપાસમાં આ દારૂના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય 3 શખ્સોના નામ પણ સામે આવ્યા છે, જેમાં દારૂ મોકલનાર સુરેન્દ્ર ગુર્જર, ટ્રકનો માલિક અને રાજકોટ ખાતે આ જથ્થો મંગાવનાર અજાણ્યો શખ્સ સામેલ છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ

આ હાઈપ્રોફાઈલ લિકર રેડ સંદર્ભે પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમો 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ ભારતીય ન્યાય સંહિતા – 2023 (BNS)ની કલમ 336 અને 339 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો ડ્રાઈવર લિસ્ટેડ બુટલેગર નથી, તેથી આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤