લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Monsoon Update Gujarat : ગુજરાતમાં ચોમાસું પડ્યું ધીમું, આગામી 7 દિવસ નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી

by

Thenewsdk

Updated: 13-07-2026, 11.17 AM

Follow us:

ચોમાસાની ધીમી ગતિને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ યથાવત છે. હાલ પણ ગુજરાતના 21 જિલ્લાઓમાં સિઝનનો વરસાદ સામાન્યની સરખામણીએ 20 ટકાથી ઓછો નોંધાયો છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેતી પર અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 8.81 ઇંચ એટલે, કે 24.56 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે જુલાઈના મધ્ય સુધીમાં આ કરતાં વધુ વરસાદ થતો હોય છે.

ગત વર્ષની સરખામણીએ વરસાદમાં મોટો ઘટાડો
ગત વર્ષે આ જ સમયગાળામાં રાજ્યમાં સરેરાશ 16 ઇંચ એટલે, કે 48 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે વરસાદનો આંકડો લગભગ અડધો રહ્યો છે. વરસાદમાં આવેલા આ ઘટાડાને કારણે જળાશયોમાં પાણીની આવક, ખેતી માટેના પાણી તેમજ પીવાના પાણીની ઉપલબ્ધિને લઈને પણ ચિંતા વધી રહી છે.

ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર
વાવણી બાદ પાકના વિકાસ માટે સતત વરસાદ જરૂરી હોવાથી ખેડૂતો હવે આગામી વરસાદી સિસ્ટમની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં કોઈ મજબૂત લો-પ્રેશર સિસ્ટમ વિકસશે તો જ ગુજરાતમાં ફરી વ્યાપક વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હાલની સ્થિતિમાં આગામી એક અઠવાડિયા સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤