લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું | Gujarat Civic Bodies Get New Faces as Rajkot and Vadodara Appoint Mayors

by

Thenewsdk

Updated: 28-05-2026, 11.01 AM

Follow us:

રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું | Gujarat Civic Bodies Get New Faces as Rajkot and Vadodara Appoint Mayors


Municipal Corporation Mayor: ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ વલસાડ-વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં પણ નવા હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં કોકડું ગૂંચવાયું છે, હજુ સુધી નામ ન જાહેર થતાં કોર્પોરેટરોને સભા ગૃહમાં મોકલવામાં આવ્યા છે.

સુરત મનપામાં પદાધિકારીઓની વરણીમાં ભારે ખેંચતાણ

સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની નિમણૂકને લઈને ભાજપ સંગઠનમાં અંતિમ ક્ષણ સુધી ખેંચતાણ જોવા મળી હતી. શિસ્તબદ્ધ અને સમયપાલન માટે ઓળખાતી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભાજપમાં આ વખતે નિર્ણયો લેવામાં થયેલા વિલંબને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.  એવી ચર્ચા શરૂ થઈ છે કે, કોંગ્રેસીઓની ભરતી કરતાં-કરતાં ભાજપે હવે નિર્ણય પ્રક્રિયામાં પણ કોંગ્રેસી કલ્ચર અપનાવી લીધું છે.

નક્કી થયેલા કાર્યક્રમ મુજબ પદાધિકારીઓના નામ સવારે 10 વાગ્યે જાહેર થવાના હતા. જોકે, આંતરિક વિખવાદ અને ખેંચતાણને કારણે સમયસર નામો નક્કી થઈ શક્યા નહોતા. આશ્ચર્યની બાબત એ રહી કે બપોરે 12 વાગ્યે મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ ગઈ, છતાં તેના એક કલાક બાદ સુધી પણ કયા હોદ્દેદારોના નામ પર મહોર વાગી છે તેની સત્તાવાર જાહેરાત કરી શકાઈ નહોતી. સામાન્ય સભા ચાલુ હોય અને મુખ્ય હોદ્દેદારોના નામ જ નક્કી ન હોય તેવી સ્થિતિ ભાજપ માટે અત્યંત અસામાન્ય ગણાઈ રહી છે.

રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના નવા પદાધિકારીઓના નામ આખરે જાહેર થઈ ચુક્યા છે. 

•મેયર: નેહલ શુક્લ

•ડેપ્યુટી મેયર: દક્ષાબેન વસાણી

•સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: પરેશ પીપળિયા

વડોદરાના નવા મેયર ગીતાબહેન મકવાણા બન્યા

વડોદરા મહાનગરપાલિકામાં પણ ભાજપે સામાજિક સમીકરણો અને સંગઠનની પકડ મજબૂત રાખતા નવા નામો પર મહોર મારી દીધી છે. વડોદરામાં આ વખતે મહિલા ચહેરાને મેયર પદની જવાબદારી સોંપાઈ છે.

•મેયર: ગીતાબહેન મકવાણા

•ડેપ્યુટી મેયર: આદિત્ય પટેલ

•સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: વર્ષાબહેન વ્યાસ

•દંડક: વિજય ચૌહાણ

ભાવનગર મનપાના નવા પદાધિકારીઓ જાહેર

•મેયર: ઉષાબહેન તલરેજા

•ડેપ્યુટી મેયર: અશોક બારૈયા

•સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: કિશન મહેતા

•શાસક પક્ષના નેતા: લાલભા મનુભા વાળા

•દંડક: દીપા માંગુકિયા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર

•મેયર: રાકેશ રાઠોડ

•ડેપ્યુટી મેયર: સ્મિતાબહેન રાવલ

•સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: નીખિલ ચાંપાનેરી

•દંડક: સ્વાતિબહેન માંડલિયા

•શાસક પક્ષના નેતા: પિન્ટુબહેન અસાણિયા

રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું 3 - image

આણંદ-કરમસદ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર 

•મેયર: દિપીકાબહેન પટેલ

•ડેપ્યુટી મેયર: કમલેશ ડાભી 

•સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: મયુર સુથાર



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤