જુગાર રમવા આવેલા નવ ઈસમ બાઇક મોબાઈલ મૂકી ભાગ્યા
એસએમસીએ રોકડ ,મોબાઈલ ,બાઈક મળી રૃ.૬.૦૨ લાખનો
મુદ્દામાલ કબજે લીધો
ધંધુકા – ધોલેરાના ગોગાલા ગામે ચાલી રહેલા
જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી આંઠ ઇસમને રોકડ બાઇક મોબાઈલ મળી
રૃ.૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે નવ ઇસમો નાસી છૂટયા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલ નો સ્ટાફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જુગાર અને દારૃની
બાડીને નાથવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે,ધોલરાના ગોગલા
ગામની સિમમાં આવેલ હલુરીયા પાતા તરીકે ઓળખતા ખરાબાની ખુલ્લી પડતર જાહેર જગ્યામાં બેટરીના
પાવર વડે લાઈટના અંજવાળે ગોગલા ગામનો અરવિંદ ગભરૃભાઈ રાઠોડ તથા ઘનશ્યામ ઉર્ફે ઘનો રામજી
ભાઈ રાઠોડ તથા ભરત દયાળભાઇ રાઠોડ તથા નાનજી દાનુભાઈ કાનાની તથા સંજય ઉર્ફે સીટર પ્રતાપભાઈ
બારૈયા (રહે તમામ ગોગલા ગામ તા-ધોલેરા) ભેગા મળી અલગ અલગ ગામોથી માણસો બોલાવી પત્તા
પાના વડે અંદર બહારનો ગોદડી (જન્ના)નો હારજીતનો રૃપીયાથી આશરાનો નસીબ આધારીત જુગાર
રમી રમાડે છે અને ઉપરો ક્ત જુગાર ચલાવનાર પાંચ ઇસમો પૈકી નાનજી દાનુભાઈ કાનાની તથા
સંજય પ્રતાપભાઈ બારૈયા ખરાબામાં જુગાર રમવા આવતા લોકોને સ્થળ બતાવે છે.જે બાતમીના આધારે
સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દરોડો કરી જુગારની બાજી માંડી બેઠેલા દશરથ ધનજીભાઈ સોલંકી,રમેશ રામુભાઈ પરમાર,રાજુ લક્ષ્મણભાઈ રાઠોડ,ભરત દયાળભાઈ રાઠોડ,મેઘજી ખોળાભાઈ પરમાર,બહાદુર ભીમાભાઈ કાનાણી,સંજય કાનજીભાઈ જતાપરા,
ઘનશ્યામને નારણભાઈ વગાણીયાને રોકડ રૃપિયા ૨,૦૩
,૫૫૦ તથા મોબાઇલ ફોન,મોટર સાયકલ નંગ ૦૮ મળી કુલ કિ.રૃ. ૬,૦૨,૦૫૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અરવિંદ ગભરૃભાઈ રાઠોડ
ઘનશ્યામ ઉર્ફે ઘનો રામજીભાઈ રાઠોડ ,નાનજી દાનુભાઈ કાનાણી,સંજય ઉર્ફે સીટર પ્રતાપભાઈ બારૈયા સહિત નવ ઇસમો પોતાના બાઈક અને મોબાઈલ
મૂકી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે સ્ટેટ મોનિટરિંગ સેલે ૧૭ શખ્સ વિરૃધ્ધ ધોલેરા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Leave a Comment