લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at nine places in Saurashtra goods worth Rs 8 85 crore seized

by

Thenewsdk

Updated: 25-06-2026, 05.25 AM

Follow us:

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at nine places in Saurashtra goods worth Rs 8 85 crore seized



રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની સર્જિકલ સ્ટ્રાઈક

રાજકોટ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં રેતી, લાઈમસ્ટોન, બ્લેકટ્રેપ પથ્થર, માટી-મોરમ વગેરે ખનિજચોરી ઝડપાઈ

રાજકોટ: રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી યથાવત રહી છે અને હવે સૌરાષ્ટ્રમાં નવ જેટલા સ્થળોએ ખનિજચોરો પર દરોડા પાડીને રૂા. ૮.૮૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં રેતી, લાઈમસ્ટોન, બ્લેકટ્રેપ પથ્થર, માટી-મોરમ વગેરેની ખનિજચોરી ઝડપાઈ હતી. ખાણ ખનીજ વિભાગના આક્રમક અભિયાનથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે આક્રમક અભિયાન છેડયું છે. રાજકોટ સ્થિત ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડે છેલ્લા એક સપ્તાહમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સપાટો બોલાવીને કુલ નવ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં વાંકાનેરના પલાસ ગામેથી રોયલ્ટી પાસ વગર ખનિજ વહન કરતા ૬ ડમ્પર અને લુણસર ગામેથી ગેરકાયદેસર ખનન કરતા ૧ હિટાચી મશીન જપ્ત કરી વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. વંથલી ગામે ગેરકાયદેસર હાર્ડ મોરમ ખનન કરતા ૧ હિટાચી મશીન અને ૧ ડમ્પર તેમજ રેતી અને બ્લેકટ્રેપનું ગેરકાયદેસર વહન કરતા ૪ લોડર-ડમ્પર જપ્ત કરાયા છે. માંગરોળના ખોડાદા ગામે બિલ્ડીંગ લાઇમસ્ટોનના ખનન અંગે ૧૨ ચકરડી મશીન, ૪ ટ્રેક્ટર અને ૧ જનરેટર સીઝ કરવામાં આવ્યા છે.

ધોરાજીના સુપેડી ગામેથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ૨ લોડર અને ૧ ટ્રેક્ટર તથા ઉપલેટાના મેખાટીંબી ગામેથી ૧ લોડર અને ૨ ટ્રેક્ટર મળી કુલ રૂા. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લીમડીના ટોકરાળા ગામ પાસે રોયલ્ટી પાસ વગર બ્લેકટ્રેપ અને રેતીનું વહન કરતા ૩ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. અમરેલીના રાજસ્થળી ગામે શેત્રુંજી નદીમાં રેતી અને બ્લેકટ્રેપનું વહન કરતા ૨ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે.

ખનિજચોરો પર કરાયેલી કાર્યવાહી

જિલ્લો/તાલુકો/ગામ

ખનીજનું
નામ

મુદ્દામાલ

મોરબી
(વાંકાનેર
, પલાસ)

ફાયરકલે અને
બ્લેકટ્રેપ

૨.૧૦ કરોડ

મોરબી
(વાંકાનેર
, લુણસર)

અન્ય
(ખનન મશીન)

૮૦
લાખ

જુનાગઢ
(વંથલી
, વંથલી)

હાર્ડ મોરમ

૧.૨૦ કરોડ

જુનાગઢ
(વંથલી
, વંથલી)

રેતી
અને બ્લેકટ્રેપ

૧.૨૦
કરોડ

રાજકોટ
(ધોરાજી
, સુપેડી)

સાદી રેતી

૧.૩૦ કરોડ

રાજકોટ
(ઉપલેટા
, મેખાટીંબી)

અન્ય
(મશીનરી)

૮૦
લાખ

સુરેન્દ્રનગર
(લીમડી
, ટોકરાળા)

બ્લેકટ્રેપ અને રેતી

૧.૦૦ કરોડ

જુનાગઢ
(માંગરોળ
, ખોડાદા)

બિલ્ડીંગ
લાઇમસ્ટોન

૪૫
લાખ

અમરેલી
(અમરેલી
, રાજસ્થળી)

રેતી અને
બ્લેકટ્રેપ

——-



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤