સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં વહેલી સવારે જ સનસનાટી મચાવી દેતી લૂંટની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી સામેની એક જાણીતી આંગડિયા પેઢીમાં બે સશસ્ત્ર લૂંટારુઓએ ત્રાટકીને કર્મચારીને બંદૂકની અણીએ બંધક બનાવી રૂ. ૧૯ લાખની રોકડ રકમની સરેઆમ લૂંટ ચલાવી હતી.
વાતોમાં પરોવીને અચાનક બંદૂક તાકી દીધી
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર રોડ પર આવેલી ‘પ્રાઈમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાં સવારે આશરે 10.20 વાગ્યાના સુમારે બાઇક પર બે શખસો રોંગ સાઇડમાંથી આવીને પહોંચ્યા હતા. પેઢીમાં પ્રવેશતાની સાથે જ તેમણે ત્યાં હાજર કર્મચારી અલ્કેશ દવેને “અમારે આંગડિયું મોકલવું છે” તેમ કહીને વાતોમાં વ્યસ્ત કરી દીધા હતા.
થેલા આંચકીને લૂંટારુઓ પળભરમાં જ ગાયબ
કર્મચારી કંઈ સમજે તે પહેલાં જ એક લૂંટારૂએ પોતાની પાસે રહેલું બંદૂક જેવું હથિયાર કાઢીને કર્મચારી પર તાકી દીધું હતું. ત્યારબાદ પેઢીમાં રાખેલા રૂપિયા 19 લાખની રોકડથી ભરેલા થેલા આંચકીને બંને લૂંટારુઓ બાઇક પર ક્ષણવારમાં જ ફરાર થઈ ગયા હતા.




Leave a Comment