લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

TAT-(ઉચ્ચત્તર માધ્યમિક)નું પ્રિલિમિનરી પરિણામ જાહેર, 51 હજારથી વધુ ઉમેદવારો ક્વોલિફાય | gujarat tat higher secondary prelims result declared

by

Thenewsdk

Updated: 16-06-2026, 09.23 PM

Follow us:

TAT-(ઉચ્ચત્તર માધ્યમિક)નું પ્રિલિમિનરી પરિણામ જાહેર, 51 હજારથી વધુ ઉમેદવારો ક્વોલિફાય | gujarat tat higher secondary prelims result declared


Gujarat TAT Higher Secondary Prelims Result Declared: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી(TAT)(ઉચ્ચત્તર માધ્યમિક) – 2026ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ મંગળવારે (16 જૂન) જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી નોંધાયેલા કુલ 1,65,024 ઉમેદવારોમાંથી 1,47,584 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવીને કુલ 51,971 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.

30 જૂન સુધી થશે પુનઃચકાસણી

જો કોઈ ઉમેદવાર પોતાની OMR શીટની પુનઃચકાસણી કરાવવા ઈચ્છતા હોય, તો તેઓ 18/06/2026 થી 30/06/2026 સુધીમાં સરકારી કામકાજના દિવસો દરમિયાન (સવારે 11:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી) રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-21, ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને અરજી કરી શકશે. આ માટે ઉમેદવારે હોલ ટિકિટ, OMR ની નકલ અને રૂ.100/- ફી લેખિત અરજી સાથે જમા કરાવવાની રહેશે.

ઉમેદવારો પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ sebexam.org પર જઈને પોતાના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤