મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી ઝંપલાવીને એક 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતાં યુનિવર્સિટી સંકુલ અને વિદ્યાર્થીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
સવારે 10 વાગ્યે બની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિનીની ઓળખ 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌભાગ્ય વર્ષિતા તરીકે થઈ છે. તેણીએ સવારે આશરે 10 વાગ્યાના સુમારે ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગના 10મા માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે કૂદી પડી હતી. ઊંચાઈ પરથી નીચે પછાડાવાના કારણે તેણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તુરંત જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને સ્થાનિક કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.
108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે
શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે 10 વાગ્યે હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. જે બાદ બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ અને 108 ટિમ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.



