લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો | Ahmedabad news Foreign liquor worth 2 31 crore seized in various Prohibition cases destroyed

by

Thenewsdk

Updated: 27-05-2026, 06.31 PM

Follow us:

VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો | Ahmedabad news Foreign liquor worth 2 31 crore seized in various Prohibition cases destroyed



Ahmedabad Police Rolls Over ₹2.31 Cr Booze: અમદાવાદ પોલીસે પ્રોહિબિશનના વિવિધ ગુનામાં જપ્ત કરેલો ₹2.31 કરોડથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને બિયરનો જથ્થો બુધવારે નષ્ટ કર્યો હતો. કોર્ટની મંજૂરી મળ્યા બાદ સરખેજ નજીક એકઠા કરાયેલા 80,000થી વધુ બોટલો, બિયરના ટીન અને ક્વાર્ટર પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

પ્રોહિબિશનના ગુનામાં જથ્થો જપ્ત કરાયો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, શહેરના ઝોન-7 પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્રમાં આવતા સાત પોલીસ સ્ટેશનો, એલિસબ્રિજ, વેજલપુર, સરખેજ, વાસણા, સેટેલાઇટ, આનંદનગર અને બોડકદેવમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આ જથ્થો જપ્ત કરાયો હતો. કોર્ટમાંથી જરૂરી મંજૂરી લઈને આ કામગીરી હાથ ધરાઈ હતી.

વિદેશી દારૂની 80,896 બોટલ, ટીન અને ક્વાર્ટરનો નાશ

પોલીસે અધિકારીઓએ વિગતો આપતા જણાવ્યું કે, આ સમગ્ર ઓપરેશનમાં ₹2.31 કરોડની કુલ કિંમત ધરાવતી ભારતીય બનાવટના વિદેશી દારૂની 80,896 બોટલ, બિયરના ટીન અને ક્વાર્ટર બોટલનો નાશ કરાયો હતો. દારૂના નિકાલની આ પ્રક્રિયા સરખેજ વિસ્તારમાં ઉજાલા સર્કલ અને સનાથલ સર્કલ વચ્ચેના ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર કરાઈ હતી. જપ્ત કરાયેલા દારૂના સ્ટોકને વ્યવસ્થિત રીતે ગોઠવીને તેની ચકાસણી કરાઈ હતી અને ત્યારબાદ તેના પર રોડ રોલર ફેરવીને તમામ બોટલોનો નાશ કરાયો હતો.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤