જામનગરમાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિ જીગ્નેશ માવદિયાની સાયનાઇડ ભેળવેલા દારૂ દ્વારા હત્યા કરી હતી. હત્યા બાદ બંનેએ પુરાવા નષ્ટ કરવા માટે દરેડ GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આશરે 12 ફૂટ ઊંડા ખાડામાં લાશ દાટી તેના ઉપર પ્લાસ્ટર કરી દીધું હતું.
ઘટના બાદ આરોપી પત્નીએ પરિવારજનોને જીગ્નેશ ઓસ્ટ્રેલિયા કમાવવા ગયો હોવાનું કહી લગભગ બે વર્ષ સુધી ગેરમાર્ગે દોર્યા હતા. જોકે લાંબા સમય સુધી કોઈ સંપર્ક ન થતાં પરિવારને શંકા જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે સઘન તપાસ અને કડક પૂછપરછ દરમિયાન આરોપી પત્ની પાસેથી ગુનો કબૂલ કરાવ્યો હતો. ત્યારબાદ પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાએ જામનગર સહિત રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી છે.




Leave a Comment