લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર | why gujarat titans are favorites to win ipl 2026 title

by

Thenewsdk

Updated: 22-05-2026, 01.09 PM

Follow us:

IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર | why gujarat titans are favorites to win ipl 2026 title



photo 1779435547874

Why Gujarat Titans Are Strong Contenders To Win IPL 2026 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરૂવારે રાત્રે જે જોવા મળ્યું, તેણે બાકીની તમામ ટીમોના કેમ્પમાં ફફડાટ મચાવી દીધો છે. ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રને સજ્જડ હાર આપીને માત્ર પ્લેઓફની રેસમાંથી બહાર નથી કરી, પણ પોતે આઈપીએલ 2026ની ટ્રોફી જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર છે તેની સાબિતી આપી દીધી છે. 

આવો જાણીએ એ 4 મુખ્ય કારણો, જે આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવા તરફ ઈશારો કરે છે. 

1. શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ‘ક્લાસિક’ ઓપનિંગ જોડી

આજના ટી20 ક્રિકેટમાં જ્યાં ઓપનર્સ માત્ર અડેધડ બેટ ફેરવીને રન બનાવવાનો પ્રયાસ કરે છે, ત્યાં શુભમન ગિલ અને સાઈ ક્રિકેટના ક્લાસિક શોર્ટ્સ રમીને રનનો પહાડ ઉભો કરી રહ્યા છે. સાઈ સુદર્શને આ મેચમાં સતત પાંચમી હાફ સેન્ચુરી ફટકારી છે, જે તેની ગજબની કન્સિસ્ટન્સી દર્શાવે છે. બંને વચ્ચે 12 ઓવરમાં થયેલી 125 રનની ઓપનિંગ પાર્ટનરશિપે જ CSKની હાર નક્કી કરી દીધી હતી.

2. જોસ બટલરનો લોઅર-મિડલ ઓર્ડરમાં આતંક

ગુજરાત ટાઇટન્સની સૌથી મોટી તાકાત એ છે કે જો ઓપનર્સ વિરોધી ટીમના બોલરોને થકવી દે, તો પાછળથી જોસ બટલર પણ જોરદાર બેટિંગ કરે છે. CSK સામે બટલરે માત્ર 27 બોલમાં અણનમ 57 રન ફટકારીને સ્કોર 229 સુધી પહોંચાડ્યો હતો. વાઇડ યોર્કર બોલને પણ કવર ઉપરથી સિક્સર મારવાની બટલરની ક્ષમતા તેને ડેથ ઓવર્સમાં સૌથી ખતરનાક બેટર બનાવે છે.

3. ‘બેકબોન’ જેવી ટેસ્ટ ક્લાસ બોલિંગ લાઇન-અપ

ક્રિકેટમાં એક કહેવત છે: બેટર્સ સ્પોન્સરશિપ જીતાડે છે, પણ બોલર્સ ચેમ્પિયનશિપ જીતાડે છે. ગુજરાત ટાઇટન્સ આ ફોર્મ્યુલા પર જ કામ કરે છે. તેમની પાસે ટી20 ના કહેવાતા ગલી-ક્રિકેટ એક્સપર્ટ્સ નથી, પણ મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, જેસન હોલ્ડર અને રાશિદ ખાન જેવા વર્લ્ડ ક્લાસ બોલર્સ છે, જેઓ ટી20 માં પણ ટેસ્ટ મેચ જેવી લાઈન-લેન્થથી બોલિંગ કરે છે.

4. સિરાજ અને રબાડાનો પાવરપ્લેમાં કાળ

230 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમને મોહમ્મદ સિરાજે શરૂઆતમાં જ બે મોટા ઝટકા આપ્યા હતા. સિરાજે ઘાતક આઉટ-સ્વિંગર પર સંજુ સેમસનને પહેલા જ બોલે આઉટ કર્યો અને પછી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની મિડલ સ્ટમ્પ ઉડાવી દીધી. જ્યારે શિવમ દુબેએ 17 બોલમાં 47 રન બનાવીને થોડો પ્રતિકાર કર્યો, પણ રબાડાની એક્સ્ટ્રા પેસ અને રાશિદ ખાનની ગૂગલી સામે સીએસકેની આખી ટીમ 13.4 ઓવરમાં માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤