આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. FIFA World Cup 2026માં બ્રાઝીલની બહારગમન બાદ નેમારે આ મોટો નિર્ણય લીધો છે. બ્રાઝીલને રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના પછી નેમારે પોતાના 16 વર્ષના ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહી દીધું છે.
મેટલાઈફ સ્ટેડિયમમાં જ પૂરી થઈ નેમારની સફર
નોર્વે સામેની હાર બાદ ભાવુક બનેલા નેમારે જણાવ્યું, કે તેમણે બ્રાઝીલ માટે શક્ય તેટલો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ હવે બધું પૂર્ણ થઈ ગયું છે. ખાસ વાત એ છે, કે નેમારે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત પણ ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમથી જ કરી હતી અને હવે એ જ મેદાન પર તેણે પોતાની સફરનો અંત લાવ્યો છે. આ કારણે આ વિદાય તેના માટે વધુ ભાવનાત્મક બની ગઈ છે.
વર્લ્ડ કપ જીતાડવાનું સપનું રહ્યું અધૂરું
નેમારે ફૂટબોલમાં પ્રવેશ કરતા જ બ્રાઝીલને ફરી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ 16 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન તે સપનું અધૂરું જ રહી ગયું. તેણે 2014, 2018, 2022 અને 2026 એમ ચાર ફીફા વર્લ્ડ કપમાં બ્રાઝીલનું પ્રતિનિધિત્વ કર્યું અને કુલ 9 ગોલ નોંધાવ્યા. છતાં, બ્રાઝીલને વિશ્વવિજેતા બનાવવાનો તેનો સૌથી મોટો હેતુ પૂર્ણ થઈ શક્યો નહીં.
130 મેચ, 80 ગોલ અને બ્રાઝીલ માટે ઐતિહાસિક યોગદાન
નેમારે બ્રાઝીલ માટે કુલ 130 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેમાં 80 ગોલ કર્યા છે, જે તેને બ્રાઝીલના ઇતિહાસનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બનાવે છે. 2013ના FIFA Confederations Cupમાં બ્રાઝીલને ખિતાબ અપાવવામાં અને 2016ના ઓલિમ્પિક ગોલ્ડ મેડલમાં પણ નેમારે અગત્યની ભૂમિકા ભજવી હતી. હવે તેના સંન્યાસ સાથે બ્રાઝીલના એક સુવર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.




Leave a Comment