લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

VIDEO : ફેક ‘નોટ સેલિબ્રેશન’ કરી ભારતના સ્ટાર ક્રિકેટરે યુવા ખેલાડીઓની મજાક ઉડાવી? | Deepak Chahar’s Fake ‘Note Celebration’ Goes Viral in KKR vs MI IPL 2026 Match

by

Thenewsdk

Updated: 21-05-2026, 08.37 AM

Follow us:

VIDEO : ફેક ‘નોટ સેલિબ્રેશન’ કરી ભારતના સ્ટાર ક્રિકેટરે યુવા ખેલાડીઓની મજાક ઉડાવી? | Deepak Chahar’s Fake ‘Note Celebration’ Goes Viral in KKR vs MI IPL 2026 Match



photo 1779332826691

Deepak Chahar’s Fake ‘Note Celebration’ Goes Viral : આઈપીએલ 2026 (IPL 2026) માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાયેલી રોમાંચક મેચ દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના ફાસ્ટ બોલર દીપક ચાહરે વિકેટ લીધા બાદ કરેલા એક ફેક સેલિબ્રેશનની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.

દીપક ચાહરનું વાઈરલ ‘ફેક નોટ સેલિબ્રેશન’

બુધવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ફાસ્ટ બોલર દીપક ચાહરે કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટ્સમેન ફિન એલનને આઉટ કર્યા બાદ એક અનોખું સેલિબ્રેશન કર્યું હતું. આ સીઝનમાં યુવા ખેલાડીઓ વચ્ચે વિકેટ કે રન બનાવ્યા બાદ ખિસ્સામાંથી એક ચિઠ્ઠી/નોટ કાઢીને સેલિબ્રેટ કરવાનો ‘નોટ સેલિબ્રેશન’ ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય બન્યો છે. દીપક ચાહરે ફિન એલનની વિકેટ લીધા બાદ પોતાના ખિસ્સા તરફ હાથ લંબાવ્યો ખરો, પરંતુ અંદરથી કંઈ કાઢવાને બદલે માત્ર હવામાં કાલ્પનિક ચિઠ્ઠી બતાવીને ‘ફેક સેલિબ્રેશન’ કર્યું હતું. ક્રિકેટ ચાહકો આને યુવા ખેલાડીઓની મજાક ઉડાવવા અથવા તેમને ચિડાવવાના અંદાજ તરીકે જોઈ રહ્યા છે.

શું છે આ ‘નોટ સેલિબ્રેશન’ ટ્રેન્ડ?

આ ટ્રેન્ડની શરૂઆત ગત સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ કરી હતી. ચાલુ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સના રઘુ શર્મા, લખનૌના આકાશ સિંહ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ઉર્વિલ પટેલ જેવા યુવા ખેલાડીઓ નાની-નાની સિદ્ધિઓ પર પણ ખિસ્સામાંથી કાપલી કાઢીને આવું જશ્ન મનાવતા જોવા મળ્યા છે.

કેવી રહી મેચ અને પ્લેઓફનું સમીકરણ?

વરસાદથી પ્રભાવિત આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની ધૂંધળી આશા જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સ 8 વિકેટે માત્ર 147 રન જ બનાવી શકી હતી, જેમાં કોર્બિન બોશે અણનમ 32 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોશે બોલિંગમાં પણ 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

જો કે, KKR તરફથી મનીષ પાંડે (45 રન) અને રોવમેન પોવેલ (40 રન) વચ્ચે ચોથી વિકેટ માટે થયેલી 64 રનની ભાગીદારીના જોરે કોલકાતાએ 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. આ જીત સાથે KKR પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને (13 પોઈન્ટ) પહોંચી ગયું છે. બીજી તરફ, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની આ 13 મેચોમાં 9મી હાર હતી. હવે KKR એ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે પંજાબ કિંગ્સ શનિવારે હારે તેની પ્રાર્થના કરવી પડશે, સાથે જ રવિવારે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ વચ્ચેની મેચ પર પણ નજર રાખવી પડશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤