લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

AI હવે જાતે કરશે ખરીદી અને ઈ-મેઈલ! Metaએ લોન્ચ કર્યો ‘Muse’, Zuckerbergનો મોટો AI પ્લાન

by

Thenewsdk

Updated: 09-09-2026, 04.34 PM

Follow us:

આ AI એજન્ટ માત્ર સવાલોના જવાબ આપવા પૂરતો સીમિત નથી પરંતુ, તે યૂઝર્સના રોજિંદા ડિજિટલ કામો જેવાં કે ઈ-મેઈલ મોકલવા, ઓનલાઈન શોપિંગ કરવી, પેમેન્ટ કરવું અને ટ્રાવેલ બુકિંગ કરવું વગેરે જાતે જ પૂરું કરી શકે છે. હાલમાં આ સેવા પ્રારંભિક તબક્કે માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

AI ચેટબોટ અને AI એજન્ટ વચ્ચે શો તફાવત છે?
સામાન્ય AI ચેટબોટ (જેમ કે ચેટજીપીટી કે મેટા AI) માત્ર વપરાશકર્તાના નિર્દેશ કે સવાલનો જવાબ આપે છે. દાખલા તરીકે, જો તમે પૂછો કે “દિલ્હીથી ન્યૂયોર્કની સૌથી સસ્તી ફ્લાઈટ કઈ છે?”, તો ચેટબોટ તમને વિકલ્પો બતાવશે, પરંતુ બુકિંગ તમારે જાતે જ કરવું પડશે.

બીજી તરફ, AI એજન્ટ માહિતી આપવાની સાથે સાથે તમારા વતી કામ પણ કરે છે. જો તમે ‘મ્યૂઝ’ને આદેશ આપશો તો તે વેબસાઈટ ખોલીને, ફોર્મ ભરીને અને જરૂરી મંજૂરી મેળવીને ફ્લાઈટ બુકિંગની આખી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

સુરક્ષા અને પ્રાઈવસી માટે ‘મ્યૂઝ સિક્યોર વીએમ’ ટેકનોલોજી
મેટાએ ‘મ્યૂઝ’ની સુરક્ષા માટે ખાસ કાળજી લીધી છે. આ એજન્ટ ક્લાઉડ પર ચાલતી એક સુરક્ષિત વર્ચ્યુઅલ મશીન (Secure VM) પર કામ કરે છે. તેની સાથે ‘સેન્ટીનલ’ (Sentinel) નામનો એક અલગ સિક્યોરિટી એજન્ટ પણ કામ કરે છે.

મ્યૂઝ ઈન્ટરનેટ પર કોઈ પણ મહત્વપૂર્ણ પગલું સેન્ટીનલ અને યૂઝરની સીધી મંજૂરી વિના લઈ શકશે નહીં. ઉપરાંત, વપરાશકર્તાના પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડી વિગતો મ્યૂઝ જોઈ શકશે નહીં; તે એક સિક્યોર સ્ટોરેજમાં રહેશે જ્યાંથી મ્યૂઝ તેનો માત્ર ઉપયોગ કરી શકશે.

વોટ્સએપ અને સ્વતંત્ર એપ દ્વારા ઉપયોગ કરી શકાશે
વપરાશકર્તાઓ ‘મ્યૂઝ’ સાથે તેની નવી સ્વતંત્ર એપ અથવા તો પોતાના વોટ્સએપ એકાઉન્ટ દ્વારા વાતચીત કરી શકશે. આ AI એજન્ટ નાનાં ડિજિટલ કામોથી લઈને વર્ષભરનો વર્કઆઉટ પ્લાન બનાવવો અથવા તો નવો બિઝનેસ શરૂ કરવા જેવા લાંબા ગાળાના પ્રોજેક્ટ્સનું શેડ્યૂલિંગ અને પ્લાનિંગ કરવામાં પણ મદદરૂપ બનશે.

માર્ક ઝુકરબર્ગના ‘AI સુપરઈન્ટેલિજન્સ’ વિઝનનો ભાગ
મેટાના CEO માર્ક ઝુકરબર્ગના મતે, ભવિષ્યમાં દરેક વ્યક્તિ પાસે એક એવો પર્સનલ AI એજન્ટ હશે જે તેમની જરૂરિયાતો, કરિયર, આરોગ્ય અને નાણાકીય બાબતોને સમજીને 24 કલાક કામ કરશે. ઝુકરબર્ગનું માનવું છે કે આ ટેકનોલોજીથી લોકોનો ઘણો સમય બચશે અને તેઓ પોતાના પસંદગીના કામો પર વધુ ધ્યાન આપી શકશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤