લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Instagram Updates Post Music : ઇન્સ્ટાગ્રામ પર હવે જૂની પોસ્ટનું મ્યુઝિક પણ બદલી શકશો! જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રીત

by

Thenewsdk

Updated: 23-07-2026, 10.22 AM

Follow us:

ઇન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે વધુ એક ઉપયોગી ફીચર રજૂ કર્યું છે. નવા અપડેટ બાદ હવે યુઝર્સ પોતાની પહેલેથી જ પોસ્ટ કરેલી ફીડ પોસ્ટ્સ અને કેરોઝલમાં ઉમેરેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરળતાથી બદલી શકશે. અત્યાર સુધી માત્ર મ્યુઝિક બદલવા માટે પોસ્ટ ડિલીટ કરીને ફરી અપલોડ કરવાની ફરજ પડતી હતી, પરંતુ હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે.

‘Replace Audio’ ફીચરથી જૂની પોસ્ટનું મ્યુઝિક બદલી શકાશે
ઇન્સ્ટાગ્રામના નવા ‘Replace Audio’ ફીચર દ્વારા યુઝર્સ પોતાની પોસ્ટમાં ઉમેરાયેલું ગીત બદલી શકશે. સૌથી ખાસ વાત એ છે, કે મ્યુઝિક બદલવા છતાં પોસ્ટ પર આવેલા લાઇક્સ, કમેન્ટ્સ, શેર્સ અને અન્ય તમામ એન્ગેજમેન્ટ યથાવત રહેશે. એટલે કે, માત્ર ઓડિયો બદલાશે, પોસ્ટનું પ્રદર્શન અને ડેટા બદલાશે નહીં.

જૂની પોસ્ટમાં મ્યુઝિક બદલવાની સરળ પ્રક્રિયા
જો તમે પણ તમારી જૂની પોસ્ટનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બદલવા માંગો છો તો નીચેના સ્ટેપ્સ અનુસરો:

  • ઇન્સ્ટાગ્રામમાં જઈ જે પોસ્ટ અથવા કેરોઝલનું મ્યુઝિક બદલવું હોય તે ઓપન કરો.
  • પોસ્ટની ઉપર જમણી બાજુ દેખાતા મેનુ (ત્રણ ડોટ અથવા ટુ-લાઇન મેનુ) પર ટેપ કરીને Edit વિકલ્પ પસંદ કરો.
  • હવે તમને Replace Audioનો નવો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • ઇન્સ્ટાગ્રામની મ્યુઝિક લાઇબ્રેરીમાંથી તમારી પસંદનું ગીત પસંદ કરો.
  • ગીતનો ઇચ્છિત ભાગ સેટ કરીને ફેરફારો સેવ કરી દો.

રીલ્સ માટે હજુ ઉપલબ્ધ નથી
હાલમાં આ ફીચર માત્ર ફીડ પોસ્ટ્સ અને કેરોઝલ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પહેલેથી અપલોડ કરાયેલા મ્યુઝિકને બદલવાની સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

  • મ્યુઝિક બદલવાથી નવી પોસ્ટ બનતી નથી અને જૂની પોસ્ટનો તમામ ડેટા યથાવત રહે છે.
  • લાઇસન્સિંગ નિયમોના કારણે દરેક ગીત દરેક દેશમાં અથવા દરેક પ્રકારના એકાઉન્ટ (પર્સનલ, ક્રિએટર અને બિઝનેસ) માટે ઉપલબ્ધ ન પણ હોઈ શકે.
  • જે ગીત પોસ્ટ કરતી વખતે ઉપલબ્ધ હોય તે ભવિષ્યમાં ઇન્સ્ટાગ્રામની લાઇબ્રેરીમાંથી હટી પણ શકે છે.
  • આ ફીચર તબક્કાવાર તમામ યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે, તેથી કેટલાક એકાઉન્ટમાં તે થોડા દિવસ પછી જોવા મળી શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤