લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

સવારે સિસ્ટમ Access બંધ… 2 કલાક બાદ મેઇલ આવ્યો ‘આજે તમારો છેલ્લો દિવસ’! Oracleમાં હાહાકાર

by

Thenewsdk

Updated: 15-09-2026, 11.29 AM

Follow us:

સોમવારે સવારે કેટલાક કર્મચારીઓની આંખ ખુલતાં જ તેમના ઈનબોક્સમાં કંપનીનો ઈમેઈલ જોવા મળ્યો હતો. આ ઈમેઈલમાં કંપનીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું હતું અને કેટલાક કર્મચારીઓને તેમની નોકરી સમાપ્ત કરવાની જાણ કરવામાં આવી હતી. અચાનક મળેલા આ સંદેશથી કર્મચારીઓમાં ભારે આઘાત જોવા મળ્યો.

LinkedIn અને Reddit પર કર્મચારીઓએ વ્યક્ત કરી વેદના
નોકરી ગુમાવનારા કર્મચારીઓએ પોતાની આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. LinkedIn અને Reddit જેવા પ્લેટફોર્મ પર અનેક કર્મચારીઓએ છટણી અંગે પોસ્ટ કરી છે. કેટલાક કર્મચારીઓએ વીડિયો શેર કરીને અચાનક નોકરી ગુમાવવાના અનુભવ અને કંપનીના નિર્ણય અંગે પોતાની વાત પણ જણાવી છે.

AI અને ક્લાઉડ બિઝનેસ વચ્ચે છટણી કેમ?
ઓરેકલમાં થઈ રહેલી છટણીને કંપનીના AI અને ક્લાઉડ બિઝનેસના વિસ્તરણ સાથે જોડવામાં આવી રહી છે. કંપની ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારવાની સાથે ખર્ચ અને વર્કફોર્સને પણ મેનેજ કરવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલ મુજબ, ઓરેકલના AI બિઝનેસમાં મોટી માંગ જોવા મળી રહી છે અને કંપનીએ 30 અબજ ડૉલરથી વધુના વધારાના AI ક્લાઉડ કોન્ટ્રેક્ટ પણ સાઈન કર્યા છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤