ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન Aerospace X1એ લગભગ 1,100 ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી હતી અને કુલ 27 મિનિટ સુધી હવામાં રહ્યા બાદ સફળ લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન વિમાનના ઇલેક્ટ્રિક પાવરટ્રેને 1 મેગાવોટથી વધુ પાવર જનરેટ કર્યો હતો.
સૌથી મહત્વની વાત એ રહી કે આ સમગ્ર ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન વપરાયેલી વીજળીનો ખર્ચ માત્ર $5 એટલે કે અંદાજે ₹480 થયો હતો. જોકે, આ આંકડો ટેસ્ટ ફ્લાઇટના વીજળી ખર્ચને દર્શાવે છે અને ભવિષ્યની કોમર્શિયલ ફ્લાઇટના કુલ ઓપરેટિંગ ખર્ચ સમાન ગણવો યોગ્ય નથી.
વિમાનનું કદ પણ છે વિશાળ
Aerospace X1 કોઈ નાનું પ્રાઇવેટ એરક્રાફ્ટ નથી. આ વિશાળકાય ઇલેક્ટ્રિક એરક્રાફ્ટની ખાસિયતોમાં સામેલ છે:
- વિંગ સ્પેન: 32.3 મીટર (106 ફૂટ)
- લંબાઈ: 23.2 મીટર (76 ફૂટ)
- ઊંચાઈ: 7.3 મીટર
- ટેક-ઓફ વજન: 11,340 કિલોગ્રામથી વધુ
એરલાઇન્સ માટે કેમ બની શકે ગેમચેન્જર?
હાલમાં એરલાઇન ઉદ્યોગમાં ઇંધણનો ખર્ચ ઓપરેટિંગ ખર્ચનો મહત્વનો હિસ્સો છે. ઓલ-ઇલેક્ટ્રિક પાવરટ્રેન દ્વારા પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હાર્ટ એરોસ્પેસ હવે 30 મુસાફરોની ક્ષમતા ધરાવતું ES-30 હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક વિમાન વિકસાવી રહી છે. કંપનીના દાવા મુજબ, આ વિમાન રિજનલ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં 40 ટકાથી વધુનો ઘટાડો કરી શકે છે.
ES-30 સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરી અને સંપૂર્ણ ઇંધણ ટાંકી સાથે આશરે 804 કિમી (500 માઇલ) સુધીની મુસાફરી કરી શકે છે. જ્યારે સંપૂર્ણ ઇલેક્ટ્રિક મોડમાં તેની રેન્જ આશરે 201 કિમી (125 માઇલ) હોવાનું જણાવાયું છે. તેની બેટરી લગભગ 30 મિનિટમાં ચાર્જ થઈ શકે છે.




Leave a Comment