લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદમાં પરિણીતાનો આપઘાત: પતિના માનસિક ત્રાસથી કંટાળી છઠ્ઠા માળેથી કૂદી મોત

by

Thenewsdk

Updated: 06-04-2026, 01.22 PM

Follow us:

Ahmedabad News : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષના લગ્નજીવન બાદ એક પરિણીતાએ પતિના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે. મૃતકની ઓળખ આશા શર્મા તરીકે થઈ છે.

માહિતી મુજબ, આશા પોતાના પિયરમાં મંગલા ગૌરી રેસીડેન્સીમાં રહેતી હતી. ગત 20 માર્ચે તેણે છઠ્ઠા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પરિવારના આક્ષેપ મુજબ, લગ્નના થોડા દિવસો બાદથી જ પતિ વિપુલ શર્મા આશાને માનસિક રીતે હેરાન કરતો હતો. વારંવાર ડિવોર્સની ધમકીઓ આપતો હતો, જેના કારણે આશાની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. તે વસ્ત્રાપુરમાં સારવાર પણ લઈ રહી હતી.

ઘટના પહેલા દિવસે પણ પતિએ ફોન પર તેને ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ છે. આ સતત હેરાનગતિથી કંટાળી આશાએ આ અંતિમ પગલું ભર્યું.

આ મામલે વાડજ પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤