લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPL 2026: અય્યરની સેન્ચુરીના કારણે LSG સામે પંજાબની જીત, રોમાંચક બની પ્લેઓફની રેસ | lsg vs pbks ipl 2026 highlights shreyas iyer century punjab win

by

Thenewsdk

Updated: 23-05-2026, 11.30 PM

Follow us:

IPL 2026: અય્યરની સેન્ચુરીના કારણે LSG સામે પંજાબની જીત, રોમાંચક બની પ્લેઓફની રેસ | lsg vs pbks ipl 2026 highlights shreyas iyer century punjab win



photo 1779559213913

LSG vs PBKS IPL 2026 Highlights: આઈપીએલ 2026 હવે તેના સૌથી રોમાંચક મોડ પર આવી પહોંચી છે. શનિવારે લખનૌના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના જ ઘરમાં 7 વિકેટે કરારી મ્હાત આપી છે. પંજાબ કિંગ્સ માટે આ મુકાબલો ‘કરો કે મરો’ જેવો હતો અને ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે મોરચો સંભાળીને ટીમને અકલ્પનીય જીત અપાવી છે.

પ્લેઓફની રેસમાં જ રહેશે પંજાબ, દિલ્હી બહાર ફેંકાયું

લખનૌએ આપેલા 197 રનના મજબૂત ટાર્ગેટને પંજાબે માત્ર 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

કેપ્ટન અય્યરની કિલર સેન્ચુરી 

197 રનના મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઇનિંગ્સના પહેલા જ બોલ પર પ્રીયાંશ આર્યને અર્જુન તેંડુલકરના હાથે કેચ આઉટ કરાવીને લખનૌને મોટી સફળતા અપાવી હતી. ત્યારબાદ શમીએ ઇન ફોર્મ બેટર કૂપર કોનોલીને (18 રન) પણ પેવેલિયન ભેગો કર્યો હતો. 2 વિકેટ વહેલી પડી ગયા બાદ ક્રિઝ પર અસલી ડ્રામા શરૂ થયો. કેપ્ટન શ્રેયસ અય્યર અને વિકેટકીપર બેટર પ્રભસિમરન સિંહે લખનૌના બોલર્સની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 140 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ કરી હતી.

પ્રભસિમરન સિંહ: 39 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ધમાકેદાર 69 રન બનાવ્યા.

શ્રેયસ અય્યર: 51 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા, જેમાં 11 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.

પ્લેઓફનું નવું સમીકરણ

પંજાબના 15 પોઇન્ટ્સ છે. જો રવિવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પોતપોતાની છેલ્લી મેચ હારી જશે, તો પંજાબ સીધું પ્લેઓફમાં ક્વોલિફાય કરશે. જો KKR જીતશે, તો મામલો નેટ રનરેટ પર અટકશે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤