લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

VIDEO : ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા | Virat Kohli and Travis Head Clash on Field Skip Handshake After RCB vs SRH Match

by

Thenewsdk

Updated: 23-05-2026, 08.42 AM

Follow us:

VIDEO : ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા | Virat Kohli and Travis Head Clash on Field Skip Handshake After RCB vs SRH Match



photo 1779505966414

RCB vs SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શુક્રવારે (22મી મે) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મુકાબલો રમાયો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં માત્ર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જ જોવા ન મળ્યો, પરંતુ વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર થયેલી ગરમાગરમ બોલાચાલી અને ‘શીત યુદ્ધ’એ સોશિયલ મીડિયા પર ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. મેચ પૂરી થયા બાદ બંને ખેલાડીઓએ હાથ પણ મિલાવ્યા ન હોવાના વીડિયો વાઈરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.

‘થોડી ઓફ-સ્પિન ફેંકો’ – કોહલીએ હેડને આપ્યો પડકાર

મેચ દરમિયાન વિરાટ કોહલી ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. આરસીબીના બેટર વેંકટેશ ઐયર જ્યારે શિવાંગ કુમારની ઓવરમાં સતત મોટા શોટ્સ રમીને રન એકઠા કરી રહ્યા હતા, ત્યારે કેમેરા વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ પર કેન્દ્રિત થયો હતો. કોહલી નોન-સ્ટ્રાઈકર એન્ડ પરથી ટ્રેવિસ હેડ તરફ ઈશારો કરીને તેને બોલિંગ કરવા માટે આમંત્રણ આપતો દેખાયો હતો. કોમેન્ટેટર્સના જણાવ્યું હતું કે, ‘કોહલી મજાકિયા પરંતુ પડકારજનક અંદાજમાં હેડને કહી રહ્યો હતો કે, “ચાલો, થોડી ઓફ-સ્પિન ફેંકીએ.’

આ પણ વાંચો: IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું

મેદાન પર જ હાથથી દૂર જવાનો ઈશારો કર્યો

ચોથી ઓવરમાં વેંકટેશ ઐયરે 23 રન ઝૂડી કાઢ્યા બાદ, કોહલી વારંવાર ટ્રેવિસ હેડ તરફ જોઈને કંઈક કહી રહ્યો હતો. આ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે કોહલીએ હેડને મેદાન પરથી દૂર જવા માટે હાથથી ઈશારો કર્યો હતો. જોકે, આ વાતચીત દરમિયાન બંને ખેલાડીઓના ચહેરા પર હાસ્ય પણ હતું, પરંતુ કોહલીની આક્રમક બોડી લેંગ્વેજે આખી ઘટનાને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધી હતી. આ સિવાય જ્યારે હેડ ફિલ્ડિંગ પોઝિશન બદલી રહ્યો હતો, ત્યારે પણ કોહલી તેની સાથે દલીલ કરતો નજરે પડ્યો હતો.

હેડ આઉટ થતાં કોહલીની આક્રમક ઉજવણી અને ‘હેન્ડશેક’ વિવાદ

સનરાઇઝર્સ હૈદરાબાદના બેટરોએ શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 4 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓપનર ટ્રેવિસ હેડે 26 રનની ઝડપી ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. હેડ જ્યારે આઉટ થયો ત્યારે વિરાટ કોહલીએ જોરથી ચીસો પાડીને અત્યંત આક્રમક શૈલીમાં તેની વિકેટની ઉજવણી કરી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. સૌથી વધુ ચોંકાવનારી બાબત મેચના અંતે જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ પરસ્પર હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કોહલીએ હેડ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ “શીત યુદ્ધ”નો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

બંને સ્ટાર ખેલાડીઓ બેટિંગમાં ફ્લોપ રહ્યા

જો મેચની વાત કરીએ તો, વિશાળ રન ચેઝ દરમિયાન વિરાટ કોહલી માત્ર 15 રન બનાવીને શાકિબ હુસૈનનો શિકાર બન્યો હતો અને લય ગુમાવી બેઠો હતો. બીજી તરફ, બેટિંગમાં 26 રન બનાવનાર ટ્રેવિસ હેડે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો અને તેણે 18મી ઓવરમાં આરસીબીના કેપ્ટન રજત પાટીદારને આઉટ કરીને પોતાની ટીમને મહત્વની સફળતા અપાવી હતી. ચાહકો આ મેચને આ સીઝનની સૌથી મનોરંજક અને ડ્રામેટિક મેચ ગણાવી રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤