ઘણા લોકોને ખબર નથી કે Heart Attackના કેસ સૌથી વધુ સવારે જોવા મળે છે. સંશોધન અનુસાર, હાર્ટ એટેક આવવાનું જોખમ રાત્રિની તુલનામાં સવારે લગભગ ત્રણ ગણું વધારે હોય છે. આ વાત સાંભળવામાં અજીબ લાગી શકે, પરંતુ તેના પાછળ વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે.
બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ હોર્મોનમાં વધારો
જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે બ્લડ પ્રેશર ઓછું રહે છે, પરંતુ સવારે જાગતા જ શરીર સક્રિય થવા માટે કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન છોડે છે. આ પ્રક્રિયાને “મોર્નિંગ સર્ઝ” કહેવામાં આવે છે, જે અચાનક બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ વધારી દે છે. જો કોઈની આર્ટરીઝ પહેલેથી જ બ્લોક હોય, તો આ વધેલું દબાણ Heart Attackનું કારણ બની શકે છે.
બ્લડ ક્લોટિંગનું વધેલું જોખમ
સવારે લોહી થોડું વધુ ગાઢ બની જાય છે. જો આર્ટરીઝમાં પ્લાક જમા હોય, તો બ્લડ ક્લોટ બનવાની શક્યતા વધી જાય છે. આ ક્લોટ બ્લડ ફ્લોને રોકી શકે છે, જે સીધું હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
ડિહાઇડ્રેશન પણ જવાબદાર
રાત્રિ દરમિયાન લાંબા સમય સુધી પાણી ન પીવાથી શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. ડિહાઇડ્રેશનના કારણે લોહી વધુ ગાઢ બને છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. આ વધારાનો તણાવ હૃદય માટે જોખમી બની શકે છે.
સ્લીપ ડિસઓર્ડરનો અસર
Sleep Apnea જેવી સમસ્યાઓમાં ઊંઘ દરમિયાન શ્વાસ અટકતો રહે છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે. આ સ્થિતિ હાર્ટ પર દબાણ વધારે છે અને સવારે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. અધૂરી ઊંઘ હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ પણ વધારતી હોય છે.
બચાવ માટે શું કરવું?
- અચાનક ન ઊઠો: સવારે 5 મિનિટ બેડ પર બેસીને શરીરને એડજસ્ટ થવા દો
- પાણી પીવો: ઊઠતા જ એક ગ્લાસ પાણી પીવો
- દવાઓ સમયસર લો: ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લો
- ભારે કસરત ટાળો: ખાસ કરીને ઠંડીમાં સવારે હાર્ડ વર્કઆઉટ ન કરો




Leave a Comment