lower abdominal pain women serious diseases symptoms : પેટના નીચેના ભાગમાં એટલે કે પેલ્વિક એરિયામાં થતો દુખાવો જો લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ચિંતાનો વિષય છે. ઘણીવાર સ્ત્રીઓ ઘરેલું ઉપચાર કે પેઈન કિલર લઈને આ પીડાને દબાવી દે છે, પરંતુ તે અંદરખાને વકરી રહેલા રોગનું લક્ષણ હોઈ શકે છે. યોગ્ય સમયે નિદાન ન થવાથી તે વંધ્યત્વ જેવી ગંભીર સમસ્યાઓ તરફ પણ દોરી શકે છે.
1. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ (PID)
પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ એ સ્ત્રીઓના પ્રજનન અંગોમાં થતો ચેપ છે. આ સ્થિતિમાં નાભિની નીચેના ભાગમાં અસહ્ય દુખાવો અનુભવાય છે. નિષ્ણાતોના મતે, અસુરક્ષિત શારીરિક સંબંધો ધરાવતી સ્ત્રીઓમાં આ રોગનું જોખમ વધુ હોય છે. દુખાવાની સાથે અસામાન્ય સ્રાવ પણ જોવા મળી શકે છે. જો સમયસર તબીબી તપાસ કરવામાં આવે, તો તેને ચોક્કસ દવાઓ દ્વારા કાબૂમાં લઈ શકાય છે.
2. અંડાશયમાં ગાંઠ
આજના સમયમાં ખરાબ જીવનશૈલીને કારણે PCOD અને PCOS જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તેને કારણે અંડાશયમાં નાની-નાની ગાંઠો અથવા ફોલ્લો (Cyst) થવાની શક્યતા રહે છે. આ ફોલ્લો પેટના નીચેના ભાગમાં સતત દુખાવો પેદા કરે છે. જોકે, શરૂઆતમાં તેના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી, પરંતુ જો દુખાવો અચાનક વધી જાય, તો તે ગાંઠ ફાટવા અથવા ગંભીર સોજાનો સંકેત હોઈ શકે છે.
3. એન્ડોમેટ્રિઓસિસ: વંધ્યત્વનું જોખમ
એન્ડોમેટ્રિઓસિસ એ સ્ત્રીઓ માટે અત્યંત પીડાદાયક સ્થિતિ છે. આમાં ગર્ભાશયની અંદરની અસ્તર (Tissue) ગર્ભાશયની બહાર વધવા લાગે છે. આ અસાધારણ વૃદ્ધિ અંડાશયના માર્ગને અવરોધે છે. ખાસ કરીને માસિક સ્રાવ દરમિયાન આ રોગમાં તીવ્ર પીડા થાય છે. જો તેની સારવાર કરવામાં મોડું થાય, તો સ્ત્રીઓમાં વંધ્યત્વ (Infertility) આવવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
4. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI)
યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે UTI મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. પેશાબ કરતી વખતે બળતરા થવી, વારંવાર પેશાબ જવું પડવું અને પેટમાં ભાર અનુભવવો એ તેના મુખ્ય લક્ષણો છે. વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ આ ચેપનું મુખ્ય કારણ છે. જો આ ચેપ કિડની સુધી પહોંચી જાય, તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.




Leave a Comment