Air India Ticket Price Hike : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવમાં ભારે વધારો થયો છે, જેના કારણે હવે હવાઈ મુસાફરી મોંઘી બનવાની છે. દેશની મુખ્ય એરલાઇન Air Indiaએ ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે, જેના સીધા અસર મુસાફરોના ખિસ્સા પર પડશે.
જેટ ફ્યુઅલના ભાવમાં ભારે ઉછાળો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે જેટ ફ્યુઅલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. International Air Transport Association ના આંકડા મુજબ, 27 માર્ચે પૂરા થયેલા અઠવાડિયામાં જેટ ફ્યુઅલનો વૈશ્વિક ભાવ વધીને 195.19 ડોલર પ્રતિ બેરલ થયો છે, જ્યારે ફેબ્રુઆરીમાં તે માત્ર 99.40 ડોલર પ્રતિ બેરલ હતો. એટલે કે એક જ મહિનામાં ફ્યુઅલના ભાવમાં લગભગ 100% વધારો થયો છે.
હવે કેટલો વધશે ટિકિટનો ખર્ચ?
Air Indiaના નિર્ણય બાદ: ડોમેસ્ટિક ફ્લાઇટમાં ₹299 થી ₹899 સુધીનો વધારો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ₹2,200 થી ₹26,000 સુધીનો વધારો આ વધારાથી મુસાફરો માટે હવાઈ મુસાફરી વધુ મોંઘી બનશે.
8 એપ્રિલથી લાગુ થશે નવા દર
એર ઈન્ડિયાના નવા ફ્યુઅલ સરચાર્જ 8 એપ્રિલથી મોટા ભાગના રૂટ્સ પર લાગુ થશે. યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે નવા દર 10 એપ્રિલ 2026થી અમલમાં આવશે. આ નિર્ણય પેટ્રોલિયમ અને નાગરિક ઉડ્ડયન સંબંધિત નીતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
અંતર આધારિત નવી સિસ્ટમ
એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટ માટે અંતર આધારિત ગ્રિડ સિસ્ટમ લાગુ કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર વધુ વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ સરચાર્જ વધેલા ખર્ચને સંપૂર્ણ રીતે કવર કરતો નથી અને કંપની હજુ પણ થોડો ખર્ચ પોતે ઉઠાવી રહી છે.




Leave a Comment