લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પૂણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias indigenous lpg alternative takes shape in pune lab dme may cut fuel imports sharply

by

Thenewsdk

Updated: 18-05-2026, 03.56 PM

Follow us:

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પૂણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias indigenous lpg alternative takes shape in pune lab dme may cut fuel imports sharply



LPG alternative India DME: દેશમાં દરરોજ કરોડો ઘરોમાં રસોઈ બનાવવા માટે LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પરંતુ, દેશની જનતા સુધી આ ગેસ સુચારૂ રૂપે પહોંચાડવા માટે ભારત મોટાપાયે વિદેશો પર નિર્ભર છે. આ દરમિયાન પૂણેની ‘CSIR-નેશનલ કેમિકલ લેબોરેટરી’ના વૈજ્ઞાનિકો એક એવી સ્વદેશી ટૅક્નોલૉજી પર કામ કરી રહ્યા છે, જે આગામી સમયમાં LPGનો એક મોટો વિકલ્પ બની શકે છે. આ નવી ટૅક્નોલૉજીનું નામ છે ડાઇમેથાઇલ ઇથર (DME). આ ટૅક્નોલૉજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ભારતમાં જ ઉપલબ્ધ સંસાધનો જેવા કે કોલસો, બાયોમાસ અને મિથેનોલમાંથી સરળતાથી તૈયાર કરી શકાય છે. જો આ ટૅક્નોલૉજી મોટા સ્તર પર સફળ થશે, તો ભારતની વિદેશી LPG પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે.

શરૂઆતમાં LPGમાં 20% DME ભેળવવામાં આવશે

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડૉ. ટી. રાજાના જણાવ્યા અનુસાર, DME (DME) અને LPGના ઉપયોગમાં ઘણી સમાનતા છે. તેને પ્રોપેન અને બ્યુટેન ગેસ સાથે સરળતાથી મિશ્ર કરી શકાય છે અને તેનો ઉપયોગ ઘરેલું ગેસ અથવા ઇન્ડસ્ટ્રિયલ ફ્યુઅલ (ઔદ્યોગિક બળતણ) તરીકે થઈ શકે છે. રાહતની વાત એ છે કે, શરૂઆતના તબક્કામાં 20 ટકા DME અને 80 ટકા LPGના મિશ્રણનો ઉપયોગ કરવાની યોજના છે, જેના કારણે સામાન્ય લોકોને પોતાના વર્તમાન ગેસ ચૂલા કે સિલિન્ડર બદલવાની કોઈ જરૂર નહીં પડે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે DMEનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ LPGથી ચાલતી ઓટો રિક્ષામાં પણ ઇંધણ તરીકે આનો ઉપયોગ કરી શકાશે. એટલે કે, આ નવી ટૅક્નોલૉજી ઘરેલું ગેસથી લઈને ટ્રાન્સપોર્ટ સેક્ટર સુધી મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે.

દેશના આશરે ₹34,200 કરોડ બચશે

આ સ્વદેશી ટૅક્નોલૉજી અપનાવવાથી ભારતને આશરે 4.04 અબજ ડૉલર એટલે કે અંદાજે 34,200 કરોડ રૂપિયાની ફોરેન કરન્સી બચાવવામાં મોટી મદદ મળી શકે છે. હાલના સમયમાં આ પગલું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે LPGના સપ્લાય અને કિંમતો પર સતત દબાણ વધી રહ્યું છે.

કેવી રીતે બનાવવામાં આવે છે DME (DME)?

DME બનાવવાની પ્રક્રિયા પણ એકદમ આધુનિક છે. આમાં ‘કોલ ગેસિફિકેશન’ ટૅક્નોલૉજી દ્વારા પહેલા કોલસાને સિન્થેટિક ગેસમાં બદલવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી DME તૈયાર થાય છે. વૈજ્ઞાનિકોના મતે, DME જ્યારે સળગે છે ત્યારે પરંપરાગત હાઇડ્રોકાર્બન ઇંધણની તુલનામાં ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, તેથી જ તેને એક શ્રેષ્ઠ ‘ક્લીન ફ્યુઅલ’ (સ્વચ્છ ઇંધણ) તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી

બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ભારતમાં 20 ટકા DME-LPG બ્લેન્ડિંગ(મિશ્રણ)ના ધોરણોને પહેલેથી જ મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે, અત્યારે ભારતમાં DMEનું ઉત્પાદન માત્ર પાયલોટ પ્રોજેક્ટના સ્તર પર જ થઈ રહ્યું છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો આ ક્ષેત્રમાં યોગ્ય સરકારી નીતિ અને રોકાણ મળે તો તે ખૂબ જ ઝડપથી આગળ વધી શકે છે.

ચીન વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી આગળ, ભારત સ્વનિર્ભરતા તરફ

એક રસપ્રદ તથ્ય એ પણ છે કે દુનિયામાં DMEના ઉત્પાદનમાં ચીન અત્યારે સૌથી મોખરે છે અને વિશ્વની કુલ ક્ષમતાનો લગભગ 90 ટકા હિસ્સો તેની પાસે છે. આવા સમયે ભારત આ સ્વદેશી ટૅક્નોલૉજી દ્વારા ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે એક મોટું પગલું ભરી રહ્યું છે. પૂણેની લેબોરેટરીમાં આના પર કામ કરી રહેલા યુવા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ માત્ર એક સામાન્ય રિસર્ચ પ્રોજેક્ટ નથી પરંતુ દેશની ઊર્જા સુરક્ષા સાથે જોડાયેલું એક મોટું મિશન છે. તેમનું દૃઢપણે માનવું છે કે આવનારા વર્ષોમાં DME ભારત માટે એ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે ક્યારેક LPGએ ભજવી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤