લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPL-2026 : ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈ પ્લેઑફમાંથી બહાર, 3 બેટર-3 બોલરે જીતાડી મેચ | Gujarat Titans Beat Chennai Super Kings By 89 Runs As CSK Knocked Out Of IPL 2026 Playoffs

by

Thenewsdk

Updated: 21-05-2026, 11.22 PM

Follow us:

IPL-2026 : ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈ પ્લેઑફમાંથી બહાર, 3 બેટર-3 બોલરે જીતાડી મેચ | Gujarat Titans Beat Chennai Super Kings By 89 Runs As CSK Knocked Out Of IPL 2026 Playoffs



photo 1779385976639

IPL-2026, Gujarat Titans vs Chennai Super Kings : આઈપીએલ-2026માં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સામે 89 રન દમદાર જીત મેળવી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં ચાર વિકેટે 229 રન નોંધાવ્યા હતા, જેની સામે ચેન્નાઈની ટીમ માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ગુજરાત તરફથી સાંઈ સુદર્શન, કેપ્ટન શુભમન ગિલ અને જોશ બટલરે ફિફ્ટી ફટકારી જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે, તો મોહમ્મદ સિરાજ, કાગીશો રબાડા અને રાશિદ ખાને દમદાર બોલિંગ કરીને ચેન્નાઈને સસ્તમાં ઓલઆઉટ કરી દીધું છે.

ગુજરાતની ટીમના ત્રણ ખેલાડીની ફિફ્ટી

ગુજરાત ટાઈટન્સની ઇનિંગ્સમાં ઓપનિંગ બેટર સાઈ સુદર્શન 46 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 68 રન, કેપ્ટન શુભમન ગિલે તોફાની બેટિંગ કરતા 37 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 64 રન, જોસ બટલરે માત્ર 13 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 28 રન નોંધાવ્યા હતા.

આ પણ વાંચો : IPLમાં કેપ્ટન તરીકે શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, સચિન-કોહલીના ખાસ ક્લબમાં સામેલ

ચેન્નાઈના 3 બેટર શૂન્યમાં આઉટ

ચેન્નઈ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ આક્રમક બેટિંગ કરતા 17 બોલમાં 4 ફોર અને 4 સિક્સની મદદથી 47 રન ફટકાર્યા હતા. જ્યારે ઓપનિંગમાં આવેલા મેથ્યુ શોર્ટે 14 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 24 રન, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 7 બોલમાં 1 ફોર અને 2 સિક્સ સાથે 16 રન, કાર્તિક શર્માએ 15 બોલમાં 3 ફોર સાથે 19 રન, અંશુલ કંબોજે 8 બોલમાં 1 ફોર અને 2 સિક્સની મદદથી 19 રન, ડેવાલ્ડ બ્રેવિસે 10 બોલમાં 8 રન, નૂર અહેમદ 5 બોલમાં 1 રન અને મુકેશ ચૌધરી 2 બોલમાં 2 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસન, ઉર્વિલ પટેલ અને સ્પેન્સર જોહ્ન્સન શૂન્ય રને આઉટ થયો હતો.

ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

આઈપીએલ-2026ના લેટેસ્ટ પોઇન્ટ્સ ટેબલ અનુસાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 13 મેચોમાંથી 9 મેચ જીતી 18 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને, ગુજરાત ટાઇટન્સ 14 લીગ મેચોમાંથી 9 જીતી 18 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને, સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચમાંથી 16 પોઇન્ટ સાથે ત્રીજા અને રાજસ્થાન રોયલ્સ 13 મેચમાંથી 14 પોઇન્ટ સાથે ચોથા સ્થાને પ્લેઓફની રેસમાં બનેલા છે.

આ પણ વાંચો : 2027 વન-ડે વર્લ્ડકપ માટે BCCIનો નવો પ્લાન તૈયાર! રોહિત શર્મા ફિટ નહીં હોય તો આ ખેલાડી બનશે વિકલ્પ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤