લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થવાના અહેવાલને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો | US Iran Peace Deal Reports Trigger Sharp Drop In Global Crude Oil Prices Below 96 Dollars

by

Thenewsdk

Updated: 22-05-2026, 12.04 AM

Follow us:

અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થવાના અહેવાલને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો | US Iran Peace Deal Reports Trigger Sharp Drop In Global Crude Oil Prices Below 96 Dollars



photo 1779388558385

US-Iran Peace Deal : વૈશ્વિક બજાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા ભારે તણાવ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મોટી શાંતિ સમજૂતી થવાના અહેવાલો વહેતા થયા છે. ખાસ વાત એ છે કે, આ બંને કટ્ટર હરીફ દેશોને એક ટેબલ પર લાવવામાં પાકિસ્તાને મોટી મધ્યસ્થતા (Broker) ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. આ ઐતિહાસિક સમજૂતિના અહેવાલો વાયુવેગે પ્રસરતા જ વૈશ્વિક તેલ બજારમાં મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકન ક્રૂડ ઓઈલ (WTI) ના ભાવમાં ભારે કડાકો બોલાઈ ગયો છે, અને તે પ્રતિ બેરલ $96ની સપાટીથી પણ નીચે ગગડી ગયો છે.

હોર્મુઝની સામુદ્રધુનીમાં બનશે ‘જોઈન્ટ મોનિટરિંગ મિકેનિઝમ’

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ કરારનો સૌથી મોટો અને મહત્વનો હિસ્સો દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સાથે જોડાયેલો છે. વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં સંપૂર્ણ સુરક્ષા અને મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવા માટે બંને દેશો સહમત થયા છે.

આ દરિયાઈ પટ્ટા પર નજર રાખવા માટે એક ખાસ ‘જોઈન્ટ મોનિટરિંગ મિકેનિઝમ’ (સંયુક્ત દેખરેખ વ્યવસ્થા) ઊભી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સૈન્ય અથડામણ કે તેલના ટેન્કરો રોકવાની ઘટનાઓ અટકાવી શકાય.

બજારમાં શા માટે આવ્યો આટલો મોટો કડાકો?

છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં યુદ્ધની સ્થિતિને કારણે તેલના સપ્લાય પર મોટું જોખમ તોળાઈ રહ્યું હતું, જેના કારણે ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા હતા. પરંતુ, પાકિસ્તાનની મધ્યસ્થતાથી આ ડીલ ફાઈનલ થવાની આશા વધતા જ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. સપ્લાય ચેઈન ફરી સરળ થવાની આશાએ તેલના ભાવમાં જોરદાર ગાબડું પડ્યું છે.

લાંબા સમયના તણાવ બાદ, અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી થોડા જ કલાકોમાં આ મહાસમજૂતિની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

આ સંભવિત ડીલના ‘ફાઇનલ ડ્રાફ્ટ’ (Final Draft) ની તમામ મુખ્ય શરતો સામે આવી ચૂકી છે, જે વૈશ્વિક સ્તરે મોટી અસરો સર્જશે.

સમજૂતિના ડ્રાફ્ટની ૬ મુખ્ય અને મોટી શરતો

1. તમામ મોરચે તાત્કાલિક યુદ્ધવિરામ : બંને પક્ષો તમામ મોરચે તાત્કાલિક અને વ્યાપક યુદ્ધવિરામ (Ceasefire) લાગુ કરવા માટે સહમત થયા છે.

2. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા બંધ : કોઈપણ પક્ષ એકબીજાના સૈન્ય, નાગરિક કે આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ)ને નિશાન બનાવશે નહીં.

3. દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે ‘જોઈન્ટ મેકેનિઝમ’ : વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પર્સિયન ગલ્ફ (પર્શિયન અખાત) અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં મુક્ત અવરજવરની ગેરંટી આપવામાં આવશે. આ માટે એક ‘સંયુક્ત મોનિટરિંગ મિકેનિઝમ’ તૈયાર કરાશે.

4. ઈરાન પરથી પ્રતિબંધો ધીમે-ધીમે હટશે : જો ઈરાન આ કરારની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરશે, તો તેના બદલામાં અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો તબક્કાવાર રીતે હટાવી લેવામાં આવશે.

5. 7 દિવસમાં અધૂરા મુદ્દાઓ પર ચર્ચા : બાકી રહેલા તમામ વિવાદિત મુદ્દાઓ પર આગામી વધુમાં વધુ 7 દિવસની અંદર નવેસરથી મંત્રણા શરૂ કરવામાં આવશે.

6. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન એક્શનમાં : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પોતે આ ડીલના અમલીકરણમાં રસ લઈ રહ્યા છે. ઈરાનનની કટ્ટરપંથી સૈન્ય પાંખ IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) દેશની રાજદ્વારી અને રાજકીય નીતિઓમાં દખલગીરી ન કરે તે માટે તેઓ મોરચો સંભાળી રહ્યા છે.

જો આગામી થોડા કલાકોમાં આ સમજૂતી પર સત્તાવાર મહોર વાગી જશે, તો ક્રૂડ ઓઈલના વૈશ્વિક બજાર સહિત સમગ્ર વિશ્વ માટે આ ખૂબ જ મોટી રાહતના સમાચાર સાબિત થશે. તણાવ ઘટતા શેરબજારો અને વૈશ્વિક અર્થતંત્રને મોટી બૂસ્ટર ડોઝ મળી શકે તેમ છે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤