લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

યુદ્ધના ઓછાયા હેઠળ ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિઓ પણ વિસ્તરણના પંથે | Under the austerity of war private sector business activities also expanded

by

Thenewsdk

Updated: 22-05-2026, 07.15 AM

Follow us:

યુદ્ધના ઓછાયા હેઠળ ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિઓ પણ વિસ્તરણના પંથે | Under the austerity of war private sector business activities also expanded



photo 1779379242014

મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધના ઓછાયા  હેઠળ દેશની ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ મેમાં પણ વિસ્તરણના પંથે રહી છે.  ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો  એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ  પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) મેમાં ૫૮.૧૦ જોવાઈ રહ્યો છે જે એપ્રિલમાં ૫૮.૨૦ હતો. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.

મેની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પર એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક રિપોર્ટમાં મેમાં ઉત્પાદન ક્ષેત્રની સરખામણીએ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત રહી હોવાનું જણાવાયું છે. ઈન્વેન્ટરી ઊભી કરવાના ઉત્પાદકોના વ્યૂહને કારણે મેમાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે જ રહ્યો છે.  ફિનિશ્ડ ગુડસનો સ્ટોકસ સતત બીજા મહિને વધવા પામ્યો છે. જુલાઈ, ૨૦૨૨ બાદ વર્તમાન મહિનામાં કાચા માલના ભાવમાં સૌથી વધુ વધારો થતા ખર્ચનું દબાણ વધી ગયું છે, એમ એચએસબીસી ખાતેના ઈકોનોમિસ્ટે જણાવ્યું હતું.

મેનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૪.૩૦ રહ્યો છે જે એપ્રિલમાં ૫૪.૭૦ હતો. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનું વિસ્તરણ ધીમુ પડયું છે.  એસએન્ડપી ગ્લોબલ દ્વારા હાથ ધરાયેલા ભારતીય કંપનીઓના સર્વેમાં જણાયું છે કે, નિકાસ બજારોમાં માગની સ્થિતિ ધીમી પડી છે. નિકાસ ઓર્ડરોમાં વૃદ્ધિની માત્રા ૧૯ મહિનાની નીચી સપાટીએ રહેવા પામી છે.

માગ ધીમી પડી હોવા છતાં, ઉત્પાદકોએ ઈન્વેન્ટરી ઊભી કરવાનું ચાલુ રાખ્યું છે. કાચા માલના પૂરવઠેદારો ડિલિવરી સમયસર કરતા હોવાથી કાચા માલનો સ્ટોકસ વ ધી રહ્યો છે. દરમિયાન સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો થતાં ઉત્પાદન ક્ષેત્રમાં રહેલી મંદ સ્થિતિને અસર હળવી થવા પામી છે. 

સેવા તથા ઉત્પાદન બન્ને ક્ષેત્ર માટે નવા બિઝનેસ ઓર્ડર વર્તમાન મહિનામાં ધીમી ગતિએ વધ્યા છે જેને કારણે એકંદર કમ્પોઝિટ ઈન્ડેકસ ઘટીને આવ્યો છે. સ્પર્ધાત્મકતાનું દબાણ, માગની નબળી સ્થિતિ તથા પશ્ચિમ એશિયામાં ભૌગોલિકરાજકીય તાણને પરિણામે વેચાણ વૃદ્ધિ પર અસર પડી હોવાનું સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

ફુગાવાજન્ય દબાણ મેમાં જોરદાર રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ કાચા માલની કિૅમતોમાં જુલાઈ, ૨૦૨૨ બાદ સૌથી મોટો વધારો જોઈ રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કર્મચારીઓની ભરતીનો પ્રવાહ સ્થિર રહ્યો છે અને બિઝનેશ કોન્ફિડેન્સ આશાવાદી રહ્યો છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤