લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | Gold Price Drops While Silver Spikes After PM Modi Appeal And Import Duty Hike: Latest Rates

by

Thenewsdk

Updated: 22-05-2026, 08.33 PM

Follow us:

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | Gold Price Drops While Silver Spikes After PM Modi Appeal And Import Duty Hike: Latest Rates



photo 1779461981914

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં એક તરફ ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં પહેલાની તુલનામાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ઈન્ડિયન બુલિયન્સ જ્વેલર્સ એસોસિએશને નવી કિંમતોનું એલાન કરી દીધુ છે. શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, તો બીજી બાજુ ચાંદીના ભાવમાં ચમક દેખાવા લાગી. ઈન્ડિયન બુલિયન્સ જ્વેલર્સ એસોસિએશનના રિપોર્ટ પ્રમાણે શુક્રવારે 24 કેરેટ સોનાનો ભાવ 1,58,354 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર જોવા મળ્યો, ગુરૂવારના ભાવ કરતા શુક્રવારે સોનાના ભાવમાં 593 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

ચાંદીના ભાવમાં ચમક

શુક્રવારે સોનાના બદલે ચાંદીના ભાવમાં ચમક જોવા મળી, 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ગઈકાલના મુકાબલે શુક્રવારે 1,625 રૂપિયા વધી ચુક્યો છે. ગુરુવારે બુલિયન્સ માર્કેટમાં સિલ્વરનો ભાવ 2,65,808 રૂપિયા રહ્યો હતો.

23 થી 14 કેરેટ સોનાનો શું છે ભાવ?

શુક્રવારે બુલિયન્સ માર્કેટમાં 23 કેરેટ સોનાનો ભાવ 1,57,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તો 22 કેરેટ ગોલ્ડનો ભાવ 1,45,052 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 18 કેરેટ ગોલ્ડનો ભાવ 1,18,766 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તો 14 કેરેટ ગોલ્ડનો ભાવ 92,637 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 

ગોલ્ડની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો

કેન્દ્ર સરકાર ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યુટીને લઈને ખુબજ સખત નિયમો અપનાવી રહી છે. ગયા અઠવાડિએ કેન્દ્ર સરકારે સોના પર લાગનારી ઈમ્પોર્ટ ડ્યુટીને 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી. એટલે કે ભારતમાં વિદેશમાંથી સોનું મંગાવવું ખુબજ મોંઘુ થઈ ગયું છે. સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાનો નિર્ણય વર્તમાન વૈશ્વિક સ્થિતિઓને જોઈને લેવો પડી રહ્યો છે. યુદ્ધને પગલે દુનિયાભરમાં અસ્થિરતાનો માહોલ ફેલાયેલો છે. શેરબજારથી લઈને સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલ પાથલ જોવાઈ રહી છે. એવામાં સરકાર પોતાના ફોરેક્સ રિઝર્વને સુરક્ષિત રાખવા ઈચ્છી રહી છે.

વડાપ્રધાન મોદીએ પણ કરી છે અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોનું ના ખરીદવા લોકોને અપીલ કરી છે. એક વર્ષ સુધી સોનું ના ખરીદીવાની અપીલ કર્યા બાદ સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરી દીધો હતો. પાછલા એક વર્ષમાં સોનાના ભાવમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી. જોકે સોના ચાંદીના ભાવ પાછલા વર્ષોના મુકાબલે વર્તમાન સમયમાં ઘણા નીચા આવી ગયા છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤