લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઇંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઇન્ડિયન ઓઇલનો આદેશ | iocl denies petrol diesel rationing rumours issues orders to dealers

by

Thenewsdk

Updated: 22-05-2026, 12.01 PM

Follow us:

સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઇંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઇન્ડિયન ઓઇલનો આદેશ | iocl denies petrol diesel rationing rumours issues orders to dealers



photo 1779431509843

IOCL Issued Strict Orders To Dealers : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક વૈશ્વિક તણાવની સીધી અસર દુનિયાભરના એનર્જી સપ્લાય પર પડી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. 

ગ્રાહકોને ઓછું ઓઇલ આપશો તો કાર્યવાહી કરાશે: ઇન્ડિયન ઓઇલ

એવામાં દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને મેદાનમાં આવીને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો છે. ઇન્ડિયન ઓઇલે પોતાના તમામ પેટ્રોલ પંપ ડીલર્સને આંતરિક આદેશ મોકલીને સ્પષ્ટ ચેતવણી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર અથવા સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ વિશેષ લેખિત આદેશ ન મળે, ત્યાં સુધી કોઈ પણ પેટ્રોલ પંપ પર ઇંધણની વેચાણ મર્યાદા નક્કી કરી શકાશે નહીં. જો કોઈ ડીલર સપ્લાય રોકશે અથવા ગ્રાહકોને ઓછું ઓઇલ આપશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

IOCLનો દાવો હે કે દેશ તેલનો કોઈ સ્ટોક ખૂટ્યો નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ પંપોની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે જે મોટા અને જથ્થાબંધ ગ્રાહકો સીધા કંપનીઓ પાસેથી તેલ ખરીદતા હતા, તેઓ હવે સીધા સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પર આવીને લાઇનો લગાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતામાં અફવાઓ ફેલાઈ રહી છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤