લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing retail loan segment in current fiscal

by

Thenewsdk

Updated: 22-05-2026, 06.45 AM

Follow us:

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing retail loan segment in current fiscal



photo 1779378970599

અમદાવાદ : ભારતનું રિટેલ ધિરાણ બજાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માં સુરક્ષિત ધિરાણ તરફ નિર્ણાયક  રીતે વળ્યું છે, જેમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતી સેગમેન્ટ તરીકે ઉભરી આવી છે. હોમ અને વાહન લોનમાં પણ સતત વૃદ્ધિ જળવાઈ રહી છે. 

સૂચિત સમય દરમિયાન કન્ઝમ્પશન ક્રેડિટ ૧૫.૩ ટકા વધીને રૂ. ૧૧૮.૬ લાખ કરોડ થઈ છે, જેને ગોલ્ડ લોન, પર્સનલ લોન અને કન્ઝયુમર ડયુરેબલ્સ લોન દ્વારા ટેકો મળ્યો છે. ગોલ્ડ લોન સૌથી મજબૂત પ્રદર્શન કરનાર રહી છે, આ સેગમેન્ટમાં કુલ ધિરાણ વાર્ષિક ધોરણે ૫૦.૪ ટકા વધીને રૂ. ૧૮.૬ લાખ કરોડ થયું છે.

ગોલ્ડ લોન બીજા ક્રમની સૌથી મોટી રિટેલ લોન બની છે, જે વ્યક્તિગત લોનને પાછળ છોડી ગઈ છે, જ્યારે હોમ લોન પ્રથમ સ્થાને રહી છે. સોનાના ભાવમાં વધારો થતાં પ્લેજ મૂલ્યોમાં તીવ્ર વધારો થયો છે, અને નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં લોનનું કદ ૫૨ ટકા વધીને સરેરાશ રૂ. ૨.૧૯ લાખ થયું છે.

નિયમનકારી સરળતાએ પણ વૃદ્ધિને વેગ આપ્યો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગોલ્ડ લોન માટે લોન-ટુ-વેલ્યુ મર્યાદા રૂ. ૨.૫ લાખ સુધી વધારીને ૮૫ ટકા કરવાના નિર્ણયને કારણે પહેલી વાર લોન લેનારાઓમાં વધારો થયો છે. 

ગોલ્ડ લોન માટે ૩૧ થી ૧૮૦ દિવસનો પાસ્ટ ડયુ રેશિયો માર્ચ ૨૦૨૬ માં ઘટીને ૧.૨ ટકા થયો જે એક વર્ષ પહેલા ૨ ટકા હતો. ગીરવે મૂકેલી સંપત્તિઓમાંથી વસૂલાત અને સોનાના ભાવમાં વધારાને કારણે આ સુધારો થયો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤