લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

કોહલીએ IPLમાં રચ્યો નવો ઈતિહાસ, ધોની બાદ રોહિત શર્માનો તોડ્યો રેકોર્ડ | Virat Kohli Breaks Rohit Sharma Record For Most Matches In IPL History During 2026 Playoffs

by

Thenewsdk

Updated: 26-05-2026, 10.04 PM

Follow us:

કોહલીએ IPLમાં રચ્યો નવો ઈતિહાસ, ધોની બાદ રોહિત શર્માનો તોડ્યો રેકોર્ડ | Virat Kohli Breaks Rohit Sharma Record For Most Matches In IPL History During 2026 Playoffs



photo 1779813275130

Most Matches In IPL Record, Virat Kohli : આઈપીએલ-2026ની સીઝનમાં આજથી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે હાઈ-વોલ્ટેજ પ્લેઓફ જંગની શરૂઆત થતાં જ કોહલીએ આઈપીએલના ઈતિહાસમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે સૌથી વધુ મેચો રમવા માટે મહેન્દ્ર સિંહ ધોની બાદ હવે રોહિત શર્માનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.

મેદાનમાં ઉતરતા જ કોહલીએ રોહિતનો તોડ્યો રેકોર્ડ

મેદાન પર ઉતરવાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આઈપીએલના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી હવે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. આ તેની 282મી આઈપીએલ મેચ છે. વર્ષ 2008 થી શરૂ થયેલી આ સફરમાં કોહલીએ 40.09 ની શાનદાર એવરેજથી રેકોર્ડબ્રેક 9261 રન ફટકાર્યા છે, જેમાં 9 સદીઓ પણ સામેલ છે. કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો છે, જે 281 મેચો સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.

IPLમાં સૌથી મેચો રમનારા ટોપ-5 દિગ્ગજો

  • વિરાટ કોહલી (RCB): 282 મેચ, 9261 રન
  • રોહિત શર્મા (MI): 281 મેચ, 7329 રન
  • એમ.એસ. ધોની (CSK): 278 મેચ, 5439 રન (વર્ષ 2025 સુધી)
  • રવિન્દ્ર જાડેજા (CSK): 266 મેચ, 3469 રન અને 178 વિકેટ
  • દિનેશ કાર્તિક (RCB): 257 મેચ, 4842 રન (વર્ષ 2024 સુધી)

ધોની ત્રીજા સ્થાને

આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમ.એસ. ધોની 278 મેચ સાથે ત્રીજા સ્થાને છે. ધર્મશાલામાં રમાઈ રહેલી આજની આ પ્લેઓફ મેચ માત્ર ટ્રોફીની રેસ માટે જ નહીં, પરંતુ વિરાટ કોહલીના આ ઐતિહાસિક રેકોર્ડને કારણે પણ હંમેશા યાદ રાખવામાં આવશે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤