લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPLના ઈતિહાસમાં સુનિલ નરેનના નામે ગજબનો રેકોર્ડ, વિસ્ફોટક બેટરો પણ તેની સામે ફેલ | Cricket History : Sunil Narine Unique IPL Record Batting Positions 1 To 11

by

Thenewsdk

Updated: 25-05-2026, 04.06 PM

Follow us:

IPLના ઈતિહાસમાં સુનિલ નરેનના નામે ગજબનો રેકોર્ડ, વિસ્ફોટક બેટરો પણ તેની સામે ફેલ | Cricket History : Sunil Narine Unique IPL Record Batting Positions 1 To 11



photo 1779705387759

Sunil Narine IPL Record : આઈપીએલ ઈતિહાસમાં અનેક મહાન બેટ્સમેનોએ રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ 19 વર્ષની સફરમાં એક એવો અનોખો રેકોર્ડ છે જે માત્ર એક જ ખેલાડીના નામે છે. વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સુનીલ નરેને આઈપીએલમાં ઓપનિંગ કરવાથી લઈને 11 નંબર સુધી, એટલે કે તમામ પોઝિશન પર બેટિંગ કરી છે. સામાન્ય રીતે બોલિંગ માટે જાણીતા નરેનને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે દરેક ક્રમ પર અજમાવ્યો છે.

ઓપનિંગમાં દમદાર બેટિંગ, મિડલ ઓર્ડરમાં નબળું પ્રદર્શન

સુનીલ નરેન જ્યારે પણ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો છે ત્યારે તેણે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી છે. નરેને 126 ઈનિંગ્સમાં 165.30ના શાનદાર સ્ટ્રાઈક રેટથી કુલ 1820 રન બનાવ્યા છે. તેણે ઓપનિંગ આવીને 177.98ના સ્ટ્રાઈક રેટથી 1342 રન ફટકાર્યા છે, જેમાં 1 સદી અને 6 અર્ધસદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 109 રન છે. રસપ્રદ વાત એ છે કે મિડલ ઓર્ડરમાં (નંબર 4, 5 કે 6 પર) નરેનનું પ્રદર્શન નબળું રહ્યું છે અને ત્યાં તેની સરેરાશ 10 રનથી પણ ઓછી છે.

આ પણ વાંચો : 65 બોલ, 15 સિક્સ, 9 ફોર, 165 રન… T20માં હમજાએ ઈતિહાસ રચ્યો, વિરોધી ટીમ 17 રનમાં ઓલઆઉટ

નરેન સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ત્રીજા સ્થાને

સુનીલ નરેન માત્ર આક્રમક બેટર જ નહીં, પરંતુ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના બોલરોમાં ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી કુલ 207 વિકેટ ઝડપી છે અને તે કેકેઆર તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. ટી20 ક્રિકેટમાં જ્યાં બેટ્સમેનો રન લૂંટતા હોય છે, ત્યાં નરેનનો ઈકોનોમી રેટ 7ની આસપાસ રહે છે, જે તેની બોલિંગ પરની પકડ દર્શાવે છે. તે આઈપીએલમાં ઘણી વખત મેચમાં 4 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી ચૂક્યો છે.

આ પણ વાંચો : IPLના ઈતિહાસમાં રોહિત શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, મેક્સવેલના રેકોર્ડની બરાબરી કરી



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤