લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPL 2026: સચિન તેંડુલકરના વખાણ પર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની પ્રતિક્રિયા, કહ્યું- “મને તો ખબર જ નહોતી, આ ગર્વની વાત છે” | Sachin Tendulkar praised Vaibhav Sooryavanshi and knows how he reacts

by

Thenewsdk

Updated: 28-05-2026, 07.47 PM

Follow us:

IPL 2026: સચિન તેંડુલકરના વખાણ પર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની પ્રતિક્રિયા, કહ્યું- “મને તો ખબર જ નહોતી, આ ગર્વની વાત છે” | Sachin Tendulkar praised Vaibhav Sooryavanshi and knows how he reacts



photo 1779977827608

Vaibhav on Sachin: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ના 15 વર્ષના લેફ્ટી વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. આ યુવા વન્ડરકિડે માત્ર 15 વર્ષની નાની ઉંમરે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના દિગ્ગજ આંતરરાષ્ટ્રીય બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. વૈભવની આ અદભુત ઇનિંગથી પ્રભાવિત થઈને ક્રિકેટના ભગવાન ગણાતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કર્યા છે. આ અંગે જ્યારે મેચ બાદ વૈભવને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આશ્ચર્ય સાથે તેને પોતાના માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.

પેટ કમિન્સ જેવા દિગ્ગજ બોલરો સામે માત્ર 29 બોલમાં ફટકાર્યા 97 રન

મુલ્લાનપુરમાં રમાયેલી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની કરો કે મરો મેચમાં સૂર્યવંશીએ ધમાકેદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર પેટ કમિન્સ સહિત હૈદરાબાદના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. વૈભવે માત્ર 29 બોલનો સામનો કરીને 12 સિક્સર અને 5 ફોરની મદદથી 97 રનની તોફાની ઇનિંગ રમી હતી. જો કે, તે માત્ર 3 રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો.

સચિન તેંડુલકરે X પર ટ્વીટ કરીને કરી પ્રશંસા

વૈભવની આ ઇનિંગ જોઈને સચિન તેંડુલકર પણ પોતાની જાતને રોકી શક્યા નહીં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર યુવા ખેલાડીની ટેક્નિકના વખાણ કરતા લખ્યું કે ‘વૈભવ સૂર્યવંશીનો બેટ સ્વિંગ અદભુત રહ્યો છે. તેનાથી પણ વધુ નોંધનીય બાબત એ છે કે તે તેના પગ તરફ આવતા બોલ માટે જગ્યા બનાવવા માટે કેટલી સુંદરતાપૂર્વક તેનો ફ્રન્ટ ફૂટ ક્લિયર કરે છે. આ સ્વતંત્રતા તેને આ શૈલીમાં રમવાની મંજૂરી આપે છે. તેની આ ઇનિંગ ખરેખર શાનદાર હતી!’

સચિનના વખાણ પર વૈભવ સૂર્યવંશીની પ્રતિક્રિયા

મેચ પૂરી થયા બાદ જ્યારે આઈપીએલની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરાયેલા વીડિયોમાં વૈભવને સચિનના આ ટ્વીટ વિશે જણાવવામાં આવ્યું, ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતો હતો. વૈભવે કહ્યું કે, “સર, આ સાંભળીને ખરેખર ખૂબ સારું લાગ્યું. આનાથી મને વધુ સારું રમવાની પ્રેરણા મળે છે. તમે જ મને અત્યારે આ વિશે જણાવ્યું; મને તો આ વાતની ખબર પણ નહોતી. સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ જાણે છે કે તેઓ ક્રિકેટના ભગવાન છે. જો તેમણે મારા વિશે આવું ટ્વીટ કર્યું હોય, તો અમારા જેવા યુવા ખેલાડી માટે આ બહુ મોટી વાત છે કે તેમના જેવા મહાન લેજેન્ડે અમારા વિશે લખ્યું છે. તેથી, ચોક્કસપણે આ મારા માટે ખૂબ જ ગર્વની બાબત છે.”

મેચનો અહેવાલ: રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 47 રને હરાવ્યું

મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા વૈભવના 97 રન અને ધ્રુવ જુરેલની 21 બોલમાં 50 રનની ઇનિંગની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં 244 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે હૈદરાબાદના ટોચના ત્રણ બેટ્સમેન અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને ઈશાન કિશનને વહેલા આઉટ કરીને હૈદરાબાદની કમર તોડી નાખી હતી. પેટ કમિન્સની ટીમ આ આંચકામાંથી બહાર આવી શકી નહોતી અને સમગ્ર ટીમ 19.2 ઓવરમાં 196 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?

આ 47 રનની શાનદાર જીત સાથે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે, જ્યાં હવે તેમનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સનો ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 92 રને પરાજય થયો હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤