લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી… બમણી થઈ ખાદ્ય તેલની કિંમતો, યુદ્ધની અસર ! | US Iran War Impact: Edible Oil Prices Double In India As Cooking Oil Inflation Soars

by

Thenewsdk

Updated: 28-05-2026, 08.16 PM

Follow us:

સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી… બમણી થઈ ખાદ્ય તેલની કિંમતો, યુદ્ધની અસર ! | US Iran War Impact: Edible Oil Prices Double In India As Cooking Oil Inflation Soars



photo 1779979576872

Edible Oil Price Hike : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય નાગરિકોના ઘર બજેટ પર જોવા મળી રહી છે. વૈશ્વિક તણાવ અને સપ્લાય ચેઈનને પહોંચેલા નુકસાનના કારણે ભારતમાં મોંઘવારી વધી રહી છે. ઈંધણના વધતા ભાવોથી પરેશાન પરિવારો માટે હવે કરિયાણાની વસ્તુઓ, ખાસ કરીને ખાદ્ય તેલના ભાવ ચિંતાનો વિષય બન્યા છે. છેલ્લા 4 મહિનામાં રિફાઈન્ડ ખાદ્ય તેલનો મોંઘવારી દર બમણાથી પણ વધુ થઈ ગયો છે.

ખાદ્ય તેલોના તાજેતરના સત્તાવાર ભાવ

ભારત સરકારના fcainfoweb.nic.inના ડેટા મુજબ આજે (28 મે) દેશમાં વિવિધ ખાદ્ય તેલોના સરેરાશ છૂટક ભાવ (પ્રતિ કિલો/લીટર) નીચે મુજબ છે…

  • સીંગતેલ (Groundnut Oil) : રૂ.203.01
  • સરસવનું તેલ (Mustard Oil) : રૂ.189.69
  • સૂર્યમુખીનું તેલ (Sunflower Oil) : રૂ.185.32
  • સોયાબીન ઓઈલ (Soya Oil) : રૂ.161.09
  • વનસ્પતિ ઘી/તેલ (Vanaspati) : રૂ.161.01
  • પામ ઓઈલ (Palm Oil) : રૂ.145.42

બજારમાં બ્રાન્ડ અને પેકિંગના કદ (બોટલ, પાઉચ કે ટીન)ના આધારે અલગ-અલગ શહેરોમાં આ ભાવમાં થોડો તફાવત હોઈ શકે છે. 

આ પણ વાંચો : Explainer: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના પદ ત્યાગ પાછળના કારણો… હાઈ કમાન્ડનો વાયદો, અસંતોષ અને પુત્રનું ભવિષ્ય

માત્ર તેલ જ નહીં, અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ

ખાદ્ય તેલના ભાવ વધારાની અસર માત્ર રસોડાના તેલના ડબ્બા સુધી સીમિત નથી રહેતી. તેલનો ઉપયોગ અસંખ્ય પેકેજ્ડ ફૂડમાં થતો હોવાથી કરિયાણાનું આખું બિલ વધી રહ્યું છે. બિસ્કિટ, નમકીન, ફ્રોઝન ફૂડ, ઈન્સ્ટન્ટ મીલ અને બેકરી પ્રોડક્ટ્સ જેવી FMCG વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. ઉત્પાદકો કાચા માલનો વધતો ખર્ચ હવે ધીમે-ધીમે ગ્રાહકો પર નાખી રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસનો દૈનિક ખર્ચ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો : ડી.કે.શિવકુમાર : 23ની ઉંમરે PM સામે ચૂંટણી લડ્યા, 36 વર્ષથી એકપણ ચૂંટણી ન હાર્યા, હવે મળશે કર્ણાટકની કમાન !



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤