લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત | India’s strategy of diversifying exports amid tariff war shows signs of success

by

Thenewsdk

Updated: 28-05-2026, 07.00 AM

Follow us:

ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત | India’s strategy of diversifying exports amid tariff war shows signs of success



photo 1779898036985

મુંબઈ : અમેરિકા દ્વારા ટેરિફ વોર શરૂ કરાયા બાદ ભારત દ્વારા તેના વાર્ષિક નિકાસ આંકને ટકાવી રાખવા નિકાસમાં લવાયેલી વૈવિધ્યતાને પરિણામે ગત નાણાં વર્ષમાં અનેક ચીજવસ્તુઓની નિકાસમાં જોરદાર વધારો થયાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા પરથી કહી શકાય એમ છે.

દેશમાંથી અરેબિકા કોફી, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડસ, ડીઝલ-ઈલેકટ્રીક લોકોમોટિવ્સ વગેરેની નિકાસમાં અનેક ગણો વધારો થયો છે. 

ડીઝલ-ઈલેકટ્રીક લોકોમોટિવ્સની વાત કરીએ તો તેની નિકાસ જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૯.૫૦ લાખ ડોલર રહી હતી તેમાં જોરદાર વધારો થઈને ગત નાણાં વર્ષમાં તે ૧૦.૭૧ અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. અરેબિકા કોફીની નિકાસ ૫.૩૦ લાખ ડોલરથી વધી ૧.૮૭ કરોડ ડોલર જ્યારે ભારતના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડસનું વિદેશ બજારમાં વેચાણ ૭.૯૪ કરોડ ડોલર પરથી જોરદાર વધી ૧.૬૧ અબજ ડોલર પહોંચી ગયું હતું.

વાયરલેસ સ્ટીરીઓ સાઉન્ડ સાધનોની નિકાસ પણ એક વર્ષમાં છ ગણી વધી ૨૦.૨૨ કરોડ ડોલર રહેવા પામી છે. 

ભારતની વીસ ટકા નિકાસ શ્રેણીઓનો નિકાસ આંક એક વર્ષમાં બમણાથી પણ વધુ વધી ૪૦ અબજ ડોલર પહોંચી ગયો છે. ઈલેકટ્રોનિક નિકાસમાં થઈ રહેલો વધારો વૈશ્વિક ઉત્પાદન પૂરવઠા સાંકળમાં ભારતનું જોડાણ વ ધી રહ્યાના સંકેત આપે છે, એમ વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.

ઓટોમોબાઈલ તથા મોબિલિટી સંબંધિત નિકાસમાં પણ આકર્ષક વૃદ્ધિ થઈ રહી છે. મોટર કારની નિકાસ ૭.૭૯ કરોડ ડોલર પરથી વધી એક વર્ષમાં ૭૦.૧૭ કરોડ ડોલર પર પહોંચી ગઈ છે. સ્કુટરની નિકાસ ત્રણ ગણાથી વધુ વધી ૧.૪૫ કરોડ ડોલર રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. 

ભારતનું ઉત્પાદન ક્ષેત્ર હવે પરંપરાગત નિકાસોમાંથી આગળ વધી અન્ય પ્રોડકટસની નિકાસ તરફ વળી રહ્યાનો સુત્રોએ દાવો કર્યો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ,  ચોખા, એન્જિનિયરિંગ માલસામાન વગેરે ભારતના પરંપરાગત નિકાસ પ્રોડકટસ રહેલા છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤