લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા | Byju s Founder Byju Raveendran Sentenced to 6 Months Jail in Singapore for Contempt

by

Thenewsdk

Updated: 27-05-2026, 11.06 AM

Follow us:

બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા | Byju s Founder Byju Raveendran Sentenced to 6 Months Jail in Singapore for Contempt



photo 1779860214375


Byju Raveendran 70,500 dollar fine: એક સમયે ભારતના સૌથી સફળ અને અબજોપતિ શિક્ષક તરીકે જાણીતા બનેલા Byju’s કંપનીના સ્થાપક બાયજુ રવીન્દ્રનને સિંગાપોરની કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. અદાલતે તેમને તાત્કાલિક પોલીસ અથવા સંબંધિત અધિકારીઓ સામે હાજર થઈને આત્મસમર્પણ કરવાનો કડક આદેશ આપ્યો છે. કોર્ટના જૂના આદેશોનું પાલન ન કરવા અને અદાલતની અવમાનના કરવા બદલ તેમની સામે આ આકરું પગલું ભરવામાં આવ્યું છે. આ મોટા ચુકાદાને કારણે સમગ્ર ઓનલાઇન શિક્ષણ અને એડ્યુટેક ઉદ્યોગમાં ભારે ચર્ચા અને ખળભળાટ મચી ગયો છે.

સંપત્તિના આદેશોનું ઉલ્લંઘન પડ્યું ભારે: 70,500 ડૉલરનો દંડ

પ્રખ્યાત બિઝનેસ મેગેઝિન બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, બાયજુ રવીન્દ્રન એપ્રિલ 2024થી પોતાની પ્રોપર્ટી અને સંપત્તિને લગતા કોર્ટના જુદા જુદા આદેશોનું સતત ઉલ્લંઘન કરી રહ્યા હતા. આથી સિંગાપોરની અદાલતે તેમને જેલની સજાની સાથે 90,000 સિંગાપોર ડૉલર(જે અંદાજે 70,500 ડૉલર થાય છે)નો મોટો આર્થિક દંડ પણ કર્યો છે. 

આ સિવાય, અદાલતે તેમની પાસે ‘બીયર ઇન્વેસ્ટકો પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીમાં પોતાના માલિકીના શેર હોવાના કાયદેસરના દસ્તાવેજો અને પુરાવા પણ માંગ્યા છે. Byju’s(થિંક ઍન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ) જેવી મસમોટી ઓનલાઇન શિક્ષણ કંપની બનાવીને અબજોપતિઓની યાદીમાં સ્થાન મેળવનારા રવીન્દ્રન હાલ કયા દેશ કે શહેરમાં છે, તેની કોઈ પાકી માહિતી હજુ સુધી સામે આવી નથી.

કતાર ઇન્વેસ્ટમેન્ટે નોંધાવ્યો ગુનો: વિદેશી રોકાણકારો સામે કાનૂની જંગ

બાયજુ રવીન્દ્રન સામે સિંગાપોરની કોર્ટમાં આ કાનૂની કેસ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટીની પેટા કંપની ‘કતાર હોલ્ડિંગ્સ’ દ્વારા કરવામાં આવ્યો છે. આ વિવાદ એ સમયનો છે જ્યારે Byju’s કંપની પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી હતી અને તે જ ગાળામાં કતાર હોલ્ડિંગ્સે કંપનીમાં મોટું રોકાણ એટલે કે ફંડિંગ આપ્યું હતું. આ હાઇપ્રોફાઇલ કેસમાં કતાર હોલ્ડિંગ્સ વતી પ્રખ્યાત લો-ફર્મ ‘ડ્રૂ ઍન્ડ નેપિયર’ અને બાયજુ ઇન્વેસ્ટમેન્ટ્સ વતી ‘ફર્વેન્ટ ચેમ્બર્સ’ના વકીલો દ્વારા અદાલતમાં પોતપોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો

અમેરિકામાં 1.2 અબજ ડૉલરની લોનનું સંકટ અને ધૂંધળું ભવિષ્ય

સિંગાપોર કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આ જેલની સજા બાયજુ રવીન્દ્રન માટે ખૂબ જ મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે તેઓ પહેલાથી જ દુનિયાભરની અલગ-અલગ અદાલતોમાં વિદેશી રોકાણકારો સાથે જોડાયેલા ગંભીર કાનૂની કેસોનો સામનો કરી રહ્યા છે. તેઓ અમેરિકામાં પણ $1.2 અબજની મસમોટી લોન અને તેનાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે લાંબા સમયથી કાનૂની લડત લડી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય વિવાદોની વચ્ચે હવે સિંગાપોર કોર્ટના જેલના આદેશના કારણે Byju’s કંપનીના સ્થાપક બાયજુ રવીન્દ્રનની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તેમનું બિઝનેસ ભવિષ્ય વધુ જોખમમાં મૂકાયું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤