લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc mayor appointment bjp mandate suspense social media trolls

by

Thenewsdk

Updated: 28-05-2026, 01.20 PM

Follow us:

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc mayor appointment bjp mandate suspense social media trolls




Surat SMC new Mayor appointment:  સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષની નિમણૂકને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા અને ઉચાટનો માહોલ જોવા મળ્યો છે. પ્રદેશ ભાજપ નેતાગીરી તરફથી મોકલાવવામાં આવનાર મેન્ડેટમાં કયા નામો હશે, તેની જાહેરાત અંતિમ ક્ષણ સુધી ન થતાં દાવેદારો અને તેમના સમર્થકો આખો દિવસ ફોન અને મેસેજીસ પર નજર રાખીને બેઠા રહ્યા હતા. જોકે, ભાજપ સંગઠન દ્વારા જાળવવામાં આવેલી આ ચુસ્ત ગુપ્તતાની વચ્ચે સોશિયલ મીડિયા પર જનતાએ આકરા વ્યંગ અને કટાક્ષ શરૂ કર્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી પર આશંકા

NEET પેપર લીક સાથે સરખામણી

શહેર ભાજપના નેતાઓમાં કોના ભાગ્યે કયો હોદ્દો આવશે તેની અટકળો ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુઝર્સે ભાજપની આ આંતરિક ગુપ્તતાની સરખામણી NEET પરીક્ષાના પેપર લીક કાંડ સાથે કરીને તીખી ટિપ્પણીઓ કરી છે. 

પેપર લીક થાય, નામ નહીં: લોકોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે, ભાજપના શાસનમાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET પરીક્ષાનું પેપર તો લીક થઈ જાય છે, પરંતુ પક્ષના પદાધિકારીઓના નામ ક્યારેય લીક થતા નથી!

ચુસ્ત સુરક્ષાની માગ: કેટલાક નેટીઝન્સે કટાક્ષ કરતાં લખ્યું કે, જો NEET પરીક્ષાના પેપરને પણ ભાજપના મેન્ડેટ જેટલી જ કડક સુરક્ષા અને પ્રાઇવસી સાથે સાચવવામાં આવ્યું હોત, તો આજે દેશના લાખો હોનહાર વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ન ગઈ હોત.

હોદ્દા માટે જે ગંભીરતા છે, તેવી શિક્ષણમાં કેમ નહીં?

રાજકીય હોદ્દાઓ અને નામો છતાં ન થાય તે માટે ભાજપ સંગઠન જે પ્રકારની સતર્કતા અને ઓપરેશનલ ગંભીરતા દાખવે છે, તેવી જ ગંભીરતા દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓની પવિત્રતા જાળવવામાં કેમ દાખવવામાં આવતી નથી, તેવો આક્રોશ વાલીઓ અને વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઠાલવી રહ્યા છે. હાલ તો ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ભાજપની આ ગુપ્તતા સકારાત્મક કે નકારાત્મક- બંને રીતે ભારે ટ્રેન્ડિંગમાં છે. એક તરફ રાજકીય સસ્પેન્સનો ક્લાઇમેક્સ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ જનતાનો આક્રોશ વ્યંગાત્મક રૂપે બહાર આવી રહ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤