લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes of resolution of Iran US standoff

by

Thenewsdk

Updated: 28-05-2026, 06.30 AM

Follow us:

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes of resolution of Iran US standoff



photo 1779897657879

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચંદીના તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી  હતી. વિશ્વપ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નવી આવતાં કિંમતી ધાતુઓ દબાણ હેઠળ જોવા મળી હતી. દરમિયાન, ક્રૂડતેલના ભાવ ૫થી ૬ ટકા તૂટી ગયા હતા.

 ઈરાન તથા અમેરિકા વચ્ચે વેપાર કરારની રાહ બજારમાં જોવાઈ રહી હતી ત્યારે આ કરાર થઈ જશે તો હોર્મુઝ રુટ પર જહાજોની અવરજવર એક મહિનામાં રાબેતા મુજબ થઈ જશે એવી આશા ઈરાને બતાવતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઝડપી તૂટી ગયા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ  ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ તૂટયા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૦૭૦૦ તથા ૯૯૯ના  ભાવ રૂ.૧૬૧૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ફંડોની વેચવાલી વચ્ચે સોનાના ભાવ ઔંસના ૪૫૨૦થી ઘટી નીચામાં ભાવ ૪૪૨૫ થઈ ૪૪૪૫થી ૪૪૪૬ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસનૌ ૭૬.૨૨ વાળા નીચામાં ભાવ ૭૩ય૪૫ થઈ ૭૪.૬૮થી ૭૪.૬૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ગબડી નીચામાં ભાવ ૯૪.૧૬ થઈ ૯૪.૯૧ ડોલર રહ્યા હતા. 

યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૭.૭૭ થઈ ૮૮.૭૨ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૫૦૦ તૂટી જીએસટી વગર ભાવ ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૪૪૭ તથા ૯૯૯ના  ભાવ રૂ.૧૫૬૦૭૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.૫૦૦૦ ગબડી જીએસટી વગરભાવ રૂ.૨૬૦૯૧૭ બોલાયા હતા. 

દરમંયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના   ૧૯૨૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટી રૂ.૬૫૪૮૪ રહ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં પ્લેટીનમના ભાવ આરંભમાં રૂ.૬૮૯૫૨ ખુલ્યા પછી ગબડયા હતા. દરમિયાન, વ  વિશ્વ બજારમાં આજે પેલેડીયમના ભાવ ૧૩૮૯ વાળા ઉંચામાં ભાવ ૧૩૯૯ થઈ ૧૩૯૨થી ૧૩૯૩ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૯ ટકા માઈન્સમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોની વેચવાલી વધ્યા પછી હવે ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા કેવી આગળ વધે છે તેના પર વિશ્વ બજારની નજર રહી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤